by Admin on | 2023-05-28 14:33:09
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 18
બોટાદ જિલ્લામાં SNID પોલીયો રાઉન્ડ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ SNID પોલીયો રાઉન્ડનું પ્લાનીંગ કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ જિલ્લામાં ૦ થી ૫ વર્ષના કુલ ૮૯, ૨૭૦ બાળકોને પોલીયોની રસીના બે ટીપા પીવડાવી રક્ષિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત જનરલ (સોનાવાલા) હોસ્પિટલ બોટાદ અને શ.આ.કેન્દ્ર બોટાદ-૩ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી બુથની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બોટાદ દ્વારા શ.આ.કેન્દ્ર-૨ ખાતે બાળકને પોલીયોના બે ટીપા પીવડાવી બુથની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ બોટાદ જિલ્લાના ૧૮ પ્રા.આ.કેન્દ્ર અને ૩ શ.આ.કેન્દ્રના વિસ્તારોમાં જિલ્લા પંચાયત સભ્યશ્રી, તા.પંચાયત સભ્યશ્રી અને ગ્રામ પંચાયત સભ્યશ્રી તેમજ અધિકારીશ્રીઓ દ્વારા બાળકોને પોલીયોના ટીપા પીવડાવી શુભારંભ કરવામાં આવ્યો હતો.
બોટાદ જિલ્લામાં ૦ થી ૫ વર્ષના બાળકોને ૩૬૩ બુથ અને જાહેર સ્થળો પર ૧૯ ટ્રાન્જીસ્ટ બુથ ઉપર ૭૧૭ ટીમ અને ૧૪૩૪ આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલીયો બુથ ઉપર જિલ્લાના કુલ ૦ થી ૫ વર્ષના ૮૯૨૭૦ બાળકોની સામે ૭૭૩૭૨ બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી ૮૬.૬૭ ટકા રક્ષિત કરવામાં આવ્યા હતા. તેમજ બાકી રહેલા બાળકોને તા. ૨૯/૦૫/૨૦૨૩ અને ૩૦/૦૫/૨૦૨૩ ના દિવસે આરોગ્ય ટીમ દ્વારા ઘેર-ઘેર મુલાકાત લઈને તમામ ૦ થી ૫ વર્ષના બાળકોને આવરી લઇ પોલીયો રસીથી રક્ષિત કરવામાં આવશે. જે માટે તમામ જાહેર જનતા પોતાનું એકપણ બાળક પોલીયોના બે ટીપા પીવડાવવામાં બાકી ન રહે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એસ.કનોરીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.