by Admin on | 2023-04-26 08:00:43 Last Updated by Admin on2024-11-21 06:29:17
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 579
ભારતીય મજદૂર સંઘનો ત્રી વાર્ષિક અખિલ ભારતીય અધિવેશન તારીખ 7, 8 અને 9 એપ્રિલે બિહારના પટના શહેર ખાતે યોજાયું હતું જેમાં વિવિધ મુદ્દાઓને લઈને સંઘ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી જેને લઈને આજરોજ સમગ્ર ભારતમાં મજદૂર સંઘ દ્વારા આવેનપત્ર પાઠવવામાં આવ્યા હતા અને તેમની મુખ્ય માંગ સામાજિક સુરક્ષા એટલે કે તમામ લોકોને સુરક્ષા આપવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેજ ને દૂર કરવામાં આવે આ કોન્ટ્રાક્ટ બેઝ દ્વારા કર્મચારીઓ તેમજ કામદારોનું ખૂબ જ શોષણ થઇ રહ્યું છે તેમ જ આર્થિક વિકાસ માટે કામ કરવામાં આવે અને ન્યૂનતમ મજદૂર એટલે કે મિનિમમ વેગ અને લિવિંગ બેગ ને મંજૂરી આપવામાં આવે જેવા વિશેષ મુદ્દાઓને લઈ બોટાદ જિલ્લા મજુર સંઘના જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સભ્ય સહિત લોકો બોટાદ કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું