GUJARAT BOTAD

બોટાદ શહેરનાં તાજપર સર્કલ પાસે દારૂ પીધેલ હાલત માં પ્રતિષ્ઠિત વ્યક્તિ ઝડપાયો

by Admin on | 2023-09-27 13:43:02 Last Updated by Admin on2024-07-06 23:43:42

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1363


બોટાદ શહેરનાં તાજપર સર્કલ પાસે દારૂ પીધેલ હાલત માં પ્રતિષ્ઠિત વ્યક્તિ ઝડપાયો

બોટાદ શહેરનાં તાજપર સર્કલ પાસે જાહેરમાં દારૂ પીતા હોવાની બાતમી ના આધારે બોટાદ પોલીસ તાજપર સર્કલ પાસે પહોચી  દારૂ પીતા શખ્સ ની બોટાદ પોલીસે ધરપકડ કરી શખ્સ વિરૂધ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ બોટાદ પોલીસ સ્ટાફનાં માણસો બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ-જુગાર અનુસંધાને પેટ્રોલિંગમાં હતા ત્યારે સાંજે ૬ કલાક આજુબાજુ બોટાદ હિરા બજાર પાસે આવતા ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે બોટાદ તાજપર સર્કલ નવનાળા તરફ જતા પુલની ડાબી સાઈડમાં વેલ્ડીંગની દુકાનમાં એક ઈસમ જેણે સફેદલાલ અને વાદળી કલરનુ ટી-સર્ટ તથા બ્લ્યુ જીન્સ પેન્ટ પહેરેલ છે. જે ઈસમ વેલ્ડિંગની દુકાનમાં ભારતીય બનાવટનો પર પ્રાંતીય વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે, જે બાતમીના આધારે પંચોના માણસોને હકીકતની સમજ કરી પ્રોહી કલમ-૬૨૦ નો ઠરાવ કરી પોલીસને મળેલી બાતમી વાળી જગ્યાએ આવી પોલીસે ખરાઇ કરી બોટાદ તાજપર સંર્કલ નવનાળા તરફ જતા પુલની ડાબી સાઈડમાં વેલ્ડીંગની દુકાનમાં ચેક કરતા ઉપરોક્ત વર્ણન વાળો શખ્સ જોવા મળેલ.

જે ઈસમનુ પંચો રૂબરૂ નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ થોથરાતી જીભે વલ્લભભાઈ અરજણભાઈ કળથીયા હોવાનુ જણાવેલ. ત્યારે પોલીસે આ શખ્સનુ મોઢુ પંચો રૂબરૂ સુંધી-સુંધાડી જોતા કેફી પીણું પીધેલાની તીવ્ર વાસ આવતી હોય જેથી આ શખ્સ ની પાસે કેફિ પીણુ પીવા અંગેનુ પાસ પરમીટ પોલીસે માંગતા પોતાની પાસે નહિ હોવાનુ જણાવેલ જેથી પોલીસે આ શખ્સને હલાવી ચાલી જોતા પોતાના શરીરનું સમતોલ પણુ જાળવી શકતો ન હોય અને આ શખ્સ ની આંખો લાલ અને નશા તળે ઘેરાયેલી હોય જેથી પોલીસે આ શખ્સની અંગ ઝડતી તપાસ કરતા તેના પેન્ટના નેફામાંથી એક ભારતીય બનાવટની પર પ્રાંતિયની દારૂની સીલ તૂટેલ હાલતમાં જેમાં આશરે ૬૫૦ એમ.એલ. પ્રવાહિ ભરેલ બોટલ નું ઢાંકણ ખોલી સૂંઘી ખાત્રી કરતા તેમાં દારૂ હોવાનું અને બોટલ ઉપર અંગ્રેજીમાં BLENDE RS PRIDE WHISKY લખેલુ જોવા મળેલ. જે બોટલની કબ્જે કરી પોલીસે વલ્લભભાઈ અરજણભાઈ કળથીયા સામે પ્રોહી એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Search
Recent News
Top Trending

Leave a Comment