by Admin on | 2023-05-14 17:12:07
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 2114
બોટાદ પોલીસ સ્ટેશનમાં ડીસ્ટાફમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓએ બોટાદના મુસ્લિમ મજૂર યુવકને વગર વાકે ઢોર માર મારતા મજૂર યુવકને મગજ માં હેમરેજ થઈ ગયેલ અને તે કોમામાં સરી પડતા ઇજાગ્રસ્ત મુસ્લિમ યુવકને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન મુસ્લિમ યુવકનું મોત નીપજતા સમાજ અને પરિવારજનો દ્વારા આ પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી અને મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કરાયો હતો.
બનાવ અંગેની વિગત પ્રમાણે, ગત-૧૪ એપ્રિલના બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં રહેતા કાળુભાઈ ઉસ્માનભાઈ પાધરસિંહ (ઉવ- ૨૬.આ) પોતાનું મિસ્ત્રી કામ પતાવી ઘરે આવતા હતા ત્યારે ત્રણ પોલીસ કોન્સ્ટેબલોએ તેને બોલાવી કહેલ કે આ મોટરસાયકલ ફેરવે છે તે કોનું છે. જેથી કાળુભાઈ એ કહેલ કે આ મોટર સાયકલ મારૂ છે. જેથી તેની આર.સી .બુક અને બીજા કાગળો ક્યાં છે. તેમ પૂછતા કાળુભાઈ જણાવેલ કે તમે કોણ છો. જેથી જણાવેલ કે અમો પોલીસમા છીએ હુ પોલીસ કોન્સ્ટેબલ આલ્કુભાઈ, આ રાહિલભાઈ અને નિકુલભાઇ છે. જેથી કાળુભાઈ એ તેઓનું આઈ.ડી. બતાવો તેમ કહેતા એકદમ ગુસ્સે ભરાઈ જઈ પોલીસ સ્ટેશનને લઈ જઈ કોઈપણ ગુના વિના ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. ઈજા ગ્રસ્ત કાળુભાઈ ને પ્રથમ બોટાદ ની વડો દરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલ. જ્યાં વધુ સારવારની જરૂરિયાત હોવા થી ભાવનગર ખાતે રિફર કરેલ અને ૨૦ એપ્રિલ ના કાળુભાઈ ને સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલ તેવા આક્ષેપ સાથે બોટાદ મુસ્લિમ સમાજ દ્વારા જવાબદાર પોલીસ કોન્સ્ટેબલો વિરુદ્ધ ખાતા કીય તપાસ કરી સસ્પેન્ડ કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા ની માંગ સાથે જિલ્લા કલેકટર , બોટાદ એસ.પી. અને બોટાદ પી.આઇ સહિતના ને એક લેખિત આવેદનપત્ર પાઠવાયુ હતુ. તેમજ ગુજરાત હાઇકોર્ટમાં આ બાબતે અરજી પણ કરાઈ હતી અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જિલ્લા પોલીસવડાને તપાસના આદેશો અપાયા હતા.
ઇજાગ્રસ્ત કાળુભાઈ પાધરસિહ નુ એક માસની સારવાર દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મોત નિપજતા મુસ્લિમ સમાજ ના આગેવાનો અને પરિવારજનો દ્વારા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરવા અને ન્યાય આપવવા ની માંગ સાથે મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કરાયો હતો.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ