GUJARAT BOTAD

બોટાદ ના પવનસૂત મેડિકલ સ્ટોર પરથી 4 નંગ એમ.ટી.પી કીટ જપ્ત કરાઈ: મેડિકલ સ્ટોર સીલ કરી હાથ ધરાઈ કાર્યવાહી

by Admin on | 2023-12-07 13:07:56

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1270


બોટાદ ના પવનસૂત મેડિકલ સ્ટોર પરથી 4 નંગ એમ.ટી.પી કીટ જપ્ત કરાઈ: મેડિકલ સ્ટોર સીલ કરી હાથ ધરાઈ કાર્યવાહી

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ 

જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ બોટાદ શહેરના વિવિધ મેડિકલ સ્ટોર્સની આકસ્મિક તપાસ


 બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટાદ શહેરના વિવિધ મેડિકલ સ્ટોર ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમનની ટીમ દ્વારા પાળિયાદ રોડ ખાતે પવનસૂત મેડિકલ સ્ટોર પરથી 4 નંગ એમ.ટી.પી કીટ જપ્ત કરવામાં આવી હતી. ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર તથા વેચાણ બિલ વિના ગર્ભપાતમાં વપરાતી દવાઓનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર સામે જિલ્લા વહીવટી તંત્રએ આકરા પગલા લીધા છે. આ કાર્યવાહી અંતર્ગત બોટાદ શહેરના વિવિધ મેડિકલ સ્ટોર ખાતે ડમી કસ્ટમર મોકલી તપાસ કરવામાં આવી હતી. 


         આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ રેડ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે,  બોટાદના શહેરના વિવિધ મેડિકલ સ્ટોર પર રેડ પાડવામાં આવી હતી.જેમાં પાળિયાદ રોડ પરના પવનસૂત મેડિકલ સ્ટોર ખાતે ડમી કસ્ટમરે ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના દવાની માંગણી કરતા પેઢીમાં હાજર વ્યક્તિએ વેચાણબિલ વિના જ એમ.ટી.પી કીટનું વેચાણ કરતા ખોરાક અને ઔષધ નિયમન ટીમે તુરંત જ મેડિકલ સ્ટોરની તપાસ કરતા 4 એમ.ટી.પી કીટ મળી આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અંતર્ગત ઔષધ નિરીક્ષકશ્રીની કચેરીની ટીમ દ્વારા આ રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ તંત્રનો પૂરતો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ રેડમાં મેડિકલ સ્ટોર સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


Search
Recent News
Top Trending

Leave a Comment