GUJARAT BOTAD

સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ

by Admin on | 2023-04-26 16:25:13

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 151


સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ

જનસુખાકારી માટે સતત કાર્યરત રાજ્ય સરકારે લોકોની મુશ્કેલીઓના ત્વરિત નિરાકરણ માટે સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેને વર્ષ ૨૦૨૩ના એપ્રિલ માસમાં સફળતાપૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે રાજ્ય સરકારના છેલ્લા ૨૦ વર્ષથી લોકાભિમુખ વહીવટને ચરિતાર્થ કરતા “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.

બોટાદ તાલુકાના નાના ભડલા ગામનાં રહેવાસી અરજણભાઇએ બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સૌની યોજનામાં વળતર બાબતનો પ્રશ્ન રજૂ કર્યો હતો જે બાબતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકશ્રી મકવાણાએ સંબંધિત વિભાગનાં અધિકારીશ્રીઓને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ બાબતે અરજદારે જણાવ્યું હતું કે, “અમારા પ્રશ્નનું નિરાકરણ લાવવા જે કામગીરી કરવામાં આવી રહી છે અને અધિકારીશ્રીઓ દ્વારા મને જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેનો મને પૂરતો સંતોષ છે. હું તમામ અધિકારીશ્રીઓનો આભાર માનું છું.”

Search
Recent News
Top Trending

Leave a Comment