GUJARAT BOTAD

બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે

by Admin on | 2023-04-26 16:19:50

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 223


બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે

રાજ્યભરમાં સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તાલુકા સ્વાગત કાર્યક્રમનું ઝુંબેશરૂપે આયોજન કરાયું છે. ત્યારે આજે બોટાદ જિલ્લાના બોટાદ તાલુકામાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વિવિધ અરજદારોએ પોતાના ગામ, જનસમુદાયને સ્પર્શતી તેમજ વ્યક્તિગત સમસ્યા માટે અરજીઓ કરી હતી. આ કાર્યક્રમમાં અરજદારોની ઉપસ્થિતિમાં જ વિવિધ વિભાગો દ્વારા સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. 

 મામલતદાર કચેરી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકશ્રીનાં અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરવા ગામના સરપંચશ્રી જેરામભાઇ જીવાભાઇ નાકીયાએ પોતાનો પ્રશ્ન રજૂ કરતાં જણાવ્યું હતું કે, માવઢાની અસરને કારણે ખેડૂતોને થયેલી નુકસાનીનું વળતર તેમજ સરવા ગામ નજીકનાં તળાવમાંથી ગામને પાણી મળી રહે તો ગામનાં લોકોને પાણી બાબતે કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે. આ બાબતે અધ્યક્ષસ્થાનેથી સંબંધિત વિભાગનાં અધિકારીશ્રીને તપાસ કરીને કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. 

પોતાના પ્રશ્નનો અધિકારીશ્રી તરફથી હકારાત્મક પ્રતિભાવ મળતાં જેરામભાઇએ જણાવ્યું હતું કે, “સ્વાગત કાર્યક્રમમાં મે મારાં પ્રશ્ન રજૂ કર્યા હતા, અમારા ગામની વસતિ 15 હજારની છે જો અમને તળાવમાંથી પાણીનો લાભ મળી જાય તો ગામમાં પાણી બાબતનાં તમામ પ્રશ્નોનું કાયમી ધોરણે નિરાકરણ આવી જાય, સ્વાગત કાર્યક્રમમાં મારી રજૂઆતનાં અનુસંધાને અધ્યક્ષસ્થાનેથી પૂરતો સહયોગ મળ્યો છે, ટૂંક સમયમાં જ મારા પ્રશ્નનું નિરાકરણ આવી જ જશે તેનો મને પૂર્ણ વિશ્વાસ છે. મારા આખાય ગામ વતી હું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ખૂબ આભાર માનું છું.” 

બોટાદ જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે.

Search
Recent News
Top Trending

Leave a Comment