GUJARAT BOTAD

બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો

by Admin on | 2023-04-26 16:23:07

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 221


બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો

 વડાપ્રધાનશ્રી અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલા સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત આજે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને બોટાદ તાલુકાનો 'તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો હતો. આ કાર્યક્રમમાં આવાસ, પાણી અને જમીનને લગતાં પ્રશ્નો સાંભળી તેના ઉકેલ માટે સૂચના અપાઇ હતી.

 આ 'સ્વાગત કાર્યક્રમ'માં ગ્રામ સ્વાગતની 199 અને તાલુકા સ્વાગતની 40 મળીને કુલ 239 અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી. નિયામકશ્રીએ અરજદારોની રજૂઆતો સાંભળી ત્વરિત ઉકેલ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.

 તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ સુખદ નિરાકરણ કરવામાં આવ્યું હતું, અને જે તે વિભાગને પ્રજાના અન્ય પ્રશ્નોનું નિરાકરણ કરવા સૂચના આપવામાં આવી હતી. જરૂરિયાતમંદ લોકોને આ સ્વાગત કાર્યક્રમ થકી સરકાર તેમની સાથે જ હોવાની અનુભૂતિ થઈ હતી.

 મામલતદારશ્રીની કચેરી, બોટાદ ખાતે યોજાયેલા બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મામલતદારશ્રી બ્રહ્મભટ્ટ અને બોટાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી જયરાજસિંહ ગોહિલ  સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.એન.માંજરીયા અને નાયબ મામલતદાર એટીવીટીશ્રી ખાચરભાઈએ કર્યું હતું.

Search
Recent News
Top Trending

Leave a Comment