by Admin on | 2023-04-25 07:07:08 Last Updated by Admin on2024-11-21 06:21:15
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 213
સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ભગવાન શ્રી રાધેવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળા નાથ ના દર્શન કરવા માટે વહેલી સવારે 6.00 કલાકે 35 જેટલા બાળકો બોટાદથી સ્કેટિંગ પહેરી પાળીયાદ જવા રવાના થયા. બાળકોનાં જોમ જુસ્સો અને કરતબ સાથે 7.30 કલાકે સમગ્ર યાત્રા પવિત્ર યાત્રાધામ માં પ્રવેશ કર્યોં.
જ્યાં જગ્યાના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના સમક્ષ સ્કેટિંગ કરી તેમના આશીર્વાદ લીધેલ.જ્યાં પૂજ્ય બા તરફથી દરેક બાળકને પ્રોત્સાહન સ્વરૂપે એક કીટ આપવામાં આવી. પૂજ્ય ભયલુબાપુ સાથે મુલાકાત કરી ભોજન પ્રસાદ લઈ જગ્યાની બણકલ ગૌશાળા ની અશ્વશાળા ની મુલાકાત લીધેલ.
ત્યારબાદ વિહળ વાટિકા ની મુલાકાત લીધેલ ત્યાં બાળકોએ ખૂબ જ આનંદ કર્યો. નાનેરા ભૂલકાંઓ ની સ્કેટિંગ કળા અને બોટાદ થી પાળીયાદ સુધી સ્કેટિંગ કરી આવવાના ભાવ બદલ પોતાનો ખુબ રાજીપો વ્યક્ત કર્યો.સમગ્ર આયોજન પાયોનિયર એકેડમી ના દિનેશ સર અને કરણ સર દ્વારા કરવામાં આવ્યું.
ડ્રોઈંગ ટીચર નવદીપ સર એ
શ્રી નિર્મળાબા ,શ્રી ગાયત્રીબા
શ્રી ભયલુ બાપુ
ના નામ વાળી શ્રી ગણપતિની ફ્રેમ ભેટ કરી અને આશીર્વાદ લીધા હતા.