by Admin on | 2023-05-31 12:13:02 Last Updated by Admin on2025-10-22 03:29:49
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 26
બોટાદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ નો દરજ્જો મેળવનાર સોનાવાલા હોસ્પિટલ ખાતે પોલીસ ચોકી ખુલ્લી મુકવામાં આવી હતી. અહીં આવતા દર્દીઓને પોલીસ ફરિયાદ અને નિવેદનો માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોય આ અંગે જરૂરિયાત અનુસંધાને આજરોજ આ પોલીસ ચોકી શરૂ કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયા દ્વારા રીબીન કાપી પોલીસ ચોકીનું કર્યું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડા દ્વારા જણાવ્યું હતું કે હોસ્પિટલ ખાતે 24 કલાક કાર્યરત રહશે. આ કાર્યક્રમમાં સોનાવલા હોસ્પિટલ નો નર્સિંગ સ્ટાફ મેડિકલ સ્ટાફ અધિક્ષક ડોક્ટર તેમજ બોટાદના વિભાગીય પોલીસ અધિક્ષક, પીઆઇ પીએસઆઇ સહિત પોલીસ કાફલો હાજર રહ્યા હતા...