GUJARAT BOTAD

બોટાદ જિલ્લાને હરિયાળો બનાવવા ત્રણ નમો વડ વન તેમજ એક પવિત્ર ઉપવનનું કરવામાં આવ્યું છે નિર્માણ

by Admin on | 2023-06-05 15:27:02

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 132


બોટાદ જિલ્લાને હરિયાળો બનાવવા ત્રણ નમો વડ વન તેમજ એક પવિત્ર ઉપવનનું કરવામાં આવ્યું છે નિર્માણ

બોટાદ જિલ્લામાં ૨.૭૫ હેક્ટરમાં ૨૭,૫૦૦ રોપા રોપીને વન કવચ (મિયાવાકી ફોરેસ્ટ) બનાવવામાં આવશે

ગ્રીન ગ્રોથને સાકાર કરતા સરકારશ્રીના દ્રઢ સંકલ્પ અન્વયે બોટાદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ નિરંતર કાર્યરત

     આપણા દેશની પાવન ભૂમિમાં રામાયણ અને મહાભારત કાળથી જંગલો મહત્વ અકબંધ રહ્યું છે. સરકારશ્રી પણ સતત આપણા વનોના સંરક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત છે. ત્યારે સામાજીક વનીકરણ વિભાગ, બોટાદની સિદ્ધિઓ વિશે વાત કરીએ તો, આ વિભાગ હેઠળ જિલ્લામાં ખાતાકીય નર્સરીમાં વર્ષ ૨૦૨૨માં ૫,૩૩,૦૦૦ રોપાનો ઉછેર કરી બોટાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષ રથ દ્વારા પણ વિવિધ સ્થળોએ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ કિશાન નર્સરી યોજના હેઠળ ૨૨ કિશાન, સ્વસહાય જુથ તેમજ મહિલા લાભાર્થીને ૩,૮૦,૦૦૦ રોપ ઉછેર કરવા માટે લાભ આપી સહાયની ચૂકવણી કરવામાં આવી હતી. બોટાદને હરીયાળું બનાવવા માટે સરકારી પડતર જમીન, રોડ સાઈડ, સ્કુલ, સરકારી કચેરી તેમજ સ્મશાનમાં કુલ ૨૬ હેક્ટર જમીનમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ ખેડૂતોની જમીનના શેઢે પાળો પર ૧૦૩ હેક્ટરમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ ખેડૂતોને વૃક્ષ ખેતી તથા એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ ૫૮ હેક્ટરમાં રોપ વાવેતર માટે સહાય ચુકવવામાં આવી હતી.

  મિશન ગ્રીન બોટાદ, સંસ્થા તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી કૃષ્ણસાગર તળાવ ખાતે ર હેક્ટર જમીનમાં મિયાવાકી ફોરેસ્ટ તથા નક્ષત્ર વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૨માં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ત્રણ નમો વડ વન બનાવવામાં આવ્યા છે. તેમજ એક પવિત્ર ઉપવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

  વર્ષ ૨૦૨૩માં બોટાદ જિલ્લાને વધુ સુંદર બનાવવા માટે સરકારી પડતર જમીન, રોડ સાઈડ સ્કૂલ, સરકારી કચેરી તેમજ સ્મશાનમાં કુલ ૨૨.૫ હેક્ટરમાં રોપાનું વાવેતર કરવામાં આવશે. તેમજ ખેડૂતની જમીનના શેઢે પાળો બાંધવા ૧૦૧ હેક્ટરમાં રોપાનું વાવેતર કરવામાં આવશે. ખેડૂતોને વૃક્ષ ખેતી યોજના હેઠળ ૫૪ હેક્ટરમાં રોપાના વાવેતર માટે સહાય ચુકવવામાં આવશે. બોટાદ જિલ્લામાં એક જિલ્લા કક્ષાનો વન મહોત્સવ તેમજ ૪ તાલુકા કક્ષાના વન મહોત્સવ તેમજ ૯૧ ગામોમાં ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવોની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે બોટાદ જિલ્લામાં મિશન લાઈફ અંતર્ગત ૩ કિશાન શિબિર તથા ૩ સાયકલ રેલી યોજવામાં આવી હતી, તેમજ બોટાદ જિલ્લામાં ૨.૭૫ હેક્ટરમાં ૨૭,૫૦૦ રોપા રોપીને વન કવચ (મિયાવાકી ફોરેસ્ટ) બનાવવામાં આવશે.

   આમ, ગ્રીન ગ્રોથને સાકાર કરતા સરકારશ્રીના દ્રઢ સંકલ્પ અન્વયે બોટાદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ નિરંતર કાર્યરત છે. 


Search
Recent News
Top Trending

Leave a Comment