GUJARAT BOTAD

બરવાળા નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટર- જન સુવિધા કેન્દ્ર ૧૦મી જૂનના રોજ ખુલ્લુ મુકાશે

by Admin on | 2023-06-09 14:34:24

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 135


બરવાળા નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટર- જન સુવિધા કેન્દ્ર ૧૦મી જૂનના રોજ ખુલ્લુ મુકાશે

બરવાળા નગરપાલિકાના નાગરિકોને તમામ સુવિધાઓ હવે એક જ સ્થળેથી મળી રહેશે

    રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે આવતીકાલે બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યના ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટરના ઇ-લોકાર્પણ કરાશે ત્યારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત એક જ સ્થળેથી નગરજનોને વિશેષ સુવિધાઓ મળી રહે તે માટે બોટાદના બરવાળા નગરપાલિકા ખાતે ઉપલબ્ધ કરાયેલ સિટી સિવિક સેન્ટર- જન સુવિધા કેન્દ્રનું પણ ઇ-લોકાર્પણ કરાશે. બરવાળા ખાતે શરૂ થનાર નાગરિક સુવિધા કેન્દ્રથી અંદાજે 18 હજાર જેટલી વસતિને સીધો લાભ મળશે.

 તા.૧૦ મી જુન, ૨૦૨૩ ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી યોજાનારા સિટી સિવિક સેન્ટરના ઇ-લોકાર્પણમાં બરવાળા સાથે ધોળકા, સુરેન્દ્રનગર, ડાકોર, ગાંધીધામ, દ્વારકા, ભચાઉ, કલોલ, મહેસાણા, ડીસા, ડભોઈ, કરજણ, કાલોલ, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, વેરાવળ તથા અમરેલીનો પણ સમાવેશ થાય છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારોમાં શહેરની વસ્તીની માંગને પહોંચી વળવા સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે. શહેરીકરણમાં ઝડપી વૃદ્ધિને કારણે નગરના રહેવાસીઓની સુવિધા માટે તથા શહેરોની ઉભી થયેલી માંગને પહોંચી વળવા માટે નગરપાલિકા વિસ્તારોમાં ‘સિટી સિવિક સેન્ટર’ની સ્થાપના કરવી જરૂરી છે. તમામ મ્યુનિસિપલ સેવાઓ એક જ જગ્યાએથી નાગરિકો માટે ઉપલબ્ધ થાય તેવા આશયથી સિટી સિવિક સેન્ટર એ સમયની માંગ છે. 

 મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી/ ગટર જોડાણની અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી જેવી  નગરપાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ વિવિધ સિટી સિવિક સેન્ટરમાં ઓનલાઈન તેમજ રૂબરૂ  રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ, તે નાગરિકો માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરશે. નાગરિકોને તમામ સુવિધાઓ એક જ સ્થળેથી મળી રહેશે. નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ન્યૂનતમ સમય જાય તે સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. 

Search
Recent News
Top Trending

Leave a Comment