GUJARAT BOTAD

બરવાળા નગરપાલિકા ખાતે સીટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું

by Admin on | 2023-06-10 13:50:32

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 18


બરવાળા નગરપાલિકા ખાતે સીટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું

કાર્યક્રમ અન્વયે પી.એમ.સ્વનીધી સહાય યોજનાનાં લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

કાર્યક્રમમાં અધિકારીઓ,પદાધિકારીઓ તેમજ શહેરીજનો લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

શહેરનાં અરજદારોને એક જ જગ્યાએથી સરળતાથી સેવાઓ ઉપલબ્ધ થશે :- ઘનશ્યામભાઈ વિરાણી 

બરવાળા નગરપાલિકા ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ,સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત “ સીટી સિવિક સેન્ટર “ નું લોકાર્પણ ઉપસ્થિત આગેવાનોનાં વરદહસ્તે કરવામાં આવ્યું હતું.બરવાળા નગરપાલિકાના જન સુવિધા કેન્દ્ર નાં લોકાર્પણ સમારોહમાં ઘનશ્યામભાઈ વિરાણી (પ્રમુખ બોટાદ જિલ્લા પંચાયત),દક્ષાબેન બાવળીયા (પ્રમુખ બરવાળા નગરપાલિકા), પી.ટી.પ્રજાપતિ(પ્રાંત અધિકારી બરવાળા), સી.આર.પ્રજાપતિ (મામલતદાર બરવાળા), બળવંતસિંહ (ભોલાભાઈ) મોરી (ઉપ પ્રમુખ બરવાળા ન.પા.), પરેશભાઈ પરમાર (ચેરમેન કારોબારી સમિતિ),વિરાજ શાહ (ચીફ ઓફિસર બરવાળા નગરપાલિકા),ભાવસંગભાઈ તલસાણીયા (પ્રમુખ બરવાળા શહેર ભાજપ) સહીતનાં ચૂંટાયેલા સદસ્યો,પદાધિકારીઓ, કર્મચારીઓ,આગેવાનો,હોદેદારો તેમજ ગ્રામજનો,લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા નગરપાલિકામાં તા.૧૦/૦૬/૨૦૨૩ નાં રોજ બપોરનાં ૧૨:૦૦ કલાકે કમલમ હોલ ખાતે “સીટી સિવિક સેન્ટર “ નું લોકાર્પણ તેમજ પી.એમ.સ્વનિધિ યોજનાનાં લાભાર્થીઓને સહાયનાં પ્રમાણપત્ર એનાયત અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અધિકારીઓ,પદાધિકારીઓ,હોદેદારો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરી કરવામાં આવી હતી.સીટી સિવિક સેન્ટર જન સુવિધા કેન્દ્ર ખાતે શહેરનાં અરજદારોને એક જ જગ્યાએથી નગરપાલિકા કચેરીને લગતી તમામ સેવાઓ સરળતાથી સમયમર્યાદામાં મળી રહે તે માટે તેવા હેતુથી સીટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું.આ પ્રસંગે ઘનશ્યામભાઈ વિરાણી દ્વારા સીટી સિવિક સેન્ટરમાં આવતા અરજદારોની સેવાઓ એક જ જગ્યાએથી નગરપાલિકાની તમામ સેવાઓ પૂરી પાડવામાં  આવશે.સેવાઓ સત્વરે પૂરી પાડવા તેમજ અરજદારોને એક જ ધક્કામાં કામ થઇ જાય,અરજદારને સીટી સિવિક સેન્ટરની કામગીરીથી સંતોષ થાય તેવી કામગીરી કરી સેવા કરવાનો અવસર મળ્યો છે તે ઝડપી લઈ કામગીરી કરવા જણાવ્યું હતું તેમજ શુભકામનાઓ પાઠવી હતી.જયારે બરવાળા નગરપાલિકા દ્વારા પી.એમ.સ્વનિધિ સહાય યોજના અન્વયે નાના શેરી ફેરિયાઓને બેંક મારફતે સહાય અપાવી લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.બરવાળા નગરપાલિકા ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત “ સીટી સિવિક સેન્ટર ” નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે પાલનપુર ખાતેથી લાઈવ પ્રસારણ નિહાળી જનસેવા કેન્દ્રનું ઈ – લોકાર્પણ તેમજ ઘનશ્યામભાઈ વિરાણી,દક્ષાબેન બાવળીયા સહીતનાં અધિકારીઓ,પદાધિકારીઓનાં વરદહસ્તે સીટી સિવિક સેન્ટરની રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તેમજ સીટી સિવિક સેન્ટરની કામગીરી અંગેની વિસ્તૃત માહિતી મેળવી જન સેવા કેન્દ્રની કામગીરીને નિહાળી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા ગંભીરસિંહ ભાડલીયા(ક્લાર્ક-બરવાળા નગરપાલિકા),યશપાલસિંહ મોરી સહીતનાં બરવાળા નગરપાલિકાનાં સીટી સિવિક સેન્ટરનાં કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Search
Recent News
Top Trending

Leave a Comment