GUJARAT
GIR SOMNATH
ઘાંટવડ કુમાર શાળા નુ ગૌરવ વધાર્યું ૯ બાળકો એ જ્ઞાનસેતુ પરીક્ષા પાસ કરી
by Admin on | 2023-06-10 14:00:43
Share: Facebook |
Twitter |
Whatsapp |
Linkedin Visits: 24
સરકારી શાળા શ્રેષ્ઠ નું બિરૂદ ઘાંટવડ કુમાર શાળા એ પ્રાપ્ત કર્યું
ભારત સરકાર દ્વારા લેવાયેલ જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના ધોરણ 5 માં ઘાટવડ કુમાર શાળાના બાળકોએ તારીખ 27- 4- 2023 ના રોજ માધ્યમિક શાળા ઘાટવડ મુકામે આ પરીક્ષા આપી હતી આ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયેલું છે જેમાં ઘાટવડ ગામના ગૌરવ સમાન ઘાટવડ કુમાર શાળા ના કુલ ૯ બાળકો આ પરીક્ષામાં પાસ થઈ મેરીટમાં સ્થાન પામ્યા છે આ બાળકોના નામ આ પ્રમાણે છે
ચુડાસમા નિશિકાંત રમેશભાઈ
મકવાણા પ્રકાશ ભીમભાઇ
ચુડાસમા સાગર મહેશભાઈ
બારૈયા તુષાર મધુભાઈ
મકવાણા અનિરુદ્ધસિંહ પ્રતાપસિંહ
વાઢેળ દીપ નરેશભાઈ
ચાવડા હાર્દિક હરિભાઈ
સોસા દિશાંત જગદીશભાઈ
બાંભણિયા સિદ્ધાર્થ પ્રવીણભાઈ આ બાળકો કે જેઓ આ પરીક્ષામાં પાસ થયેલા છે તેમને ધોરણ 12 સુધી 3,000 થી લઈને 20,000 સુધીની શિષ્યવૃત્તિ મળશે ઘાંટવડ કુમાર શાળા શિક્ષણ ક્ષેત્રે હંમેશા આગળ રહી છે શાળાના આચાર્ય મહેશભાઈ વાઢેળ ની કાર્ય દક્ષતા ધોરણ 5 ના વર્ગ શિક્ષક જેસીંગભાઇ વાઢેળ ની પદ્ધતિ અને ધોરણ પાંચ ના વિષય શિક્ષકો બીનાબેન પટેલ, નીતાબેન ગોહિલ અને મુકેશભાઈ ધાધલ ની કાર્ય નિષ્ઠા રંગ લાવી છે સાથે સાથે નીતિનભાઈ મોરી હર્ષાબેન મારડિયા દીપાબેન વાળા રાહુલભાઈ બારડ અજીતસિંહ ચાવડા નિમુબેન વાઢેળ આ તમામ શિક્ષકો કોઈપણ પરીક્ષામાં બાળકોને હંમેશા પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડે છે આ તકે શાળાની નવી નિમાયેલી એસએમસી સમિતિ બાળકોને અને શિક્ષક ગણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર