GUJARAT GIR SOMNATH

મુસ્લિમ એકતા મંચ દ્વારા સમૂહ શાદીનું આયોજન જૂનાગઢમાં ૩૧ દુલ્હા-દુલ્હને નિકાહ પઢીને દાંપત્યજીવનની શરૂઆત કરી

by Admin on | 2023-06-10 14:02:43

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 9


મુસ્લિમ એકતા મંચ દ્વારા સમૂહ શાદીનું આયોજન જૂનાગઢમાં ૩૧ દુલ્હા-દુલ્હને નિકાહ પઢીને દાંપત્યજીવનની શરૂઆત કરી

દીકરીઓને કરિયાવરની સાથે ભારતનાં બંધારણનું પુસ્તક અપાયું

જૂનાગઢમાં આજે નરસિંહ સ્કુલના મેદાનમાં ગુજરાત મુસ્લિમ એકતા મંચ દ્વારા આયોજિત જગ્ને સમૂહ શાદીમાં વિવિધ શહેરોમાંથી નોંધાયેલા ૩૧ જેટલા દુલ્હા અને દુલ્હને નિકાહ પઢીને નવા દાંપત્યજીવનની શરૂઆત કરી હતી.

મુસ્લિમ એકતા મંચના કન્વિનર ઈમ્તિયાઝ પઠાણએ જણાવ્યું કે, આજે જૂનાગઢમાં મુસ્લિમ એકતા મંચ દ્વારા એક સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૧ જેટલા દુલ્હા-દુલ્હને નિકાહ પઢીને નવા જીવનની શરુઆત કરી હતી, તેમાં ખાસ કરીને દીકરીઓને કરિયાવરની સાથે ભારતના બંધારણના પુસ્તકની વિતરણ કરીને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનાથી પોત પોતાના હક્કો માટે માર્ગદર્શન મેળવી શકે. આજના સમૂહ શાદીમાં સમગ્ર ગુજરાતમાંથી મુસ્લિમ સમાજના આગેવાનો અને બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા, ખાસ કરીને પદ્મશ્રી એવોર્ડ મેળવેલ હીરબાઈ લોબી, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ધારા સભ્ય ઈમરાન ખેડા વાલા તેમજ ધારા સભ્ય ભુપત ભાયાણી ભીખા ભાઈ જોશી તેમજ અમીન ભાઈ હાલા તથા જહાંગીર બ્લોચ તથા હયાત ખાન બ્લોચ મુજીબ બાપુ તથા અલારખા બુકેરા તથા રિઝવાન ડેસર અમીન મેર સિરાજ ભીખુ મોગલ સિસોદિયા તથા આદિલ મલેક મુખ્તાર ભાઈ મકવાણા સોહિલ રફાઈ તેમજ અફઝલ કચ્છી ફારૂક ચૌહાણ આબેદિન વાકોટ ઇમ્તિયાઝ તાજાણી જમાલ સરવેયા દિલાવર પઠાણ મોઈન મકરાણી રહીમ જુનેઝા તથા ઈરફાન સુમરા તથા સમગ્ર ગુજરાત સહિતના જૂનાગઢ શહેર અને જિલ્લાના તમામ મુસ્લિમ આગેવાનોએ દુલ્હા દુલ્હનના આ નવજીવન પ્રસંગે હાજરી આપી હતી.

રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર

Search
Recent News
Top Trending

Leave a Comment