Lifestyle Culture

લોક વીજ્ઞાન કેન્દ્ર દ્વારા STEM QUIZ 2.0 ના વિનર વિદ્યાર્થીનો ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો.

by Admin on | 2023-06-13 15:40:21

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 28


લોક વીજ્ઞાન કેન્દ્ર દ્વારા  STEM QUIZ 2.0 ના વિનર વિદ્યાર્થીનો ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો.

Department of science & Technology,govt of Gujarat & GUJARAT COUNCIL ON SCIENCE & Technology દ્વારા STEM QUIZ 2.0 નું આયોજન થયું હતું જેમાં બોટાદ જિલ્લા નો કાર્યભાર શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સંભાળવામાં આવ્યો હતો.

આજ રોજ તારીખ:10/6/2023 ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ગઢડા રોડ બોટાદ ખાતે શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ (STEM QUIZ) માં 16 નેશનલ સિલેક્ટેડ વિદ્યાર્થી અને 40 સ્ટેટ લેવલ ભાગ લેનાર વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા વાઇસ પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ટેબ્લેટસ તથા તાલુકા વાઇ 2, 3,અને 4 નંબરે આવનાર વિદ્યાર્થીને ટેલિસ્કોપ તથા 5 અને 6 નંબરે આવનારને ડ્રોન અને 7,8,9,10 નંબરે આવનાર વિદ્યાર્થીને રોબો કીટ તથા સ્ટેટ લેવલ ના પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


 àª† કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના પોલીસ અધિકક્ષક શ્રી કે. એફ. બળોલિયા સાહેબ શ્રી તથા બોટાદ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી સાહેબ તથા ઉદ્યોગપતિ પી.ટી.જોટીગડા સાહેબ શ્રી તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પૂજ્ય માધવ સ્વામીજી તથા સંસ્થાના દરેક વિભાગના આચાર્ય શ્રીઓ,શિક્ષક ગણ, તથા બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી પધારેલ આચાર્યશ્રીઓ શિક્ષકો,વાલીગણ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

                            

 àª•àª¾àª°à«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ પોલીસ અધિક્ષક શ્રી તથા સંસ્થાના મેનેજમેન્ટ શ્રી એ તથા અન્ય મહેમાન શ્રી ઓ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા વિદ્યાર્થીઓ જીવનમાં કેમ પ્રગતિ કરે તથા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા કેળવે તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ વસ્તુઓની ગિફ્ટ તથા પ્રમાણપત્રો આપી સન્માનિત આવ્યા હતા.

અહેવાલ કનુભાઈ ખાચર

Search
Recent News
Top Trending

Leave a Comment