by Admin on | 2023-06-14 13:59:01
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 30
કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ. કાર્યક્રમમાં સૌપ્રથમ આંગણવાડીના બાળકો અને ત્યારબાદ બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળાપ્રવેશ કરાવવામાં આવ્યો ત્યારબાદ શાળામાં પ્રવેશદ્વાર બનાવી આપનાર દાતાશ્રી કરશનભાઈ જાદવ અને હિંમતભાઈ જાંબુકિયાને ફૂલહાર,શાલ, સન્માન પત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ તથા શાળામાં 25000નું દાન આપનાર ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી અશ્વિનભાઈ બારૈયાનું પણ સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવેલ.આ ઉપરાંત બાલવાટિકાના બાળકોને સ્કૂલબેગ આપનાર દાતાશ્રી ભરતભાઈ ગોંડલિયા તથા શાળામાં બાકડાઓનું દાન આપનાર જિલ્લા પંચાયતના સદસ્યશ્રી વાલજીભાઈ જાદવને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ.
ગત વર્ષે ધોરણ 3થી 8માં પ્રથમ નંબરે પાસ થનાર બાળકોને, એન.એમ.એમ.એસની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર 15 બાળકોને, PSCની પરીક્ષામાં પાસ થનાર 13 બાળકોને, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં પાસ થનાર પ્રિન્સ મકવાણાને, બાલાચડી પરીક્ષામાં પાસ થનાર કર્મદીપ ગોહિલને તથા કોમન એન્ટ્રસ ટેસ્ટમાં પાસ થનાર 9 બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા બાળવિકાસ અધિકારીશ્રી, તા.પં.ના પૂર્વ પ્રમુખ શ્રી વશરામભાઈ તાવિયા, જિ.પં.ના સદસ્યશ્રી વાલજીભાઈ જાદવ, ઉદ્યોગપતિશ્રી કરસનભાઈ જાદવ અને હિંમતભાઈ જાંબુકિયા, પૂર્વ શિક્ષક શ્રી ભરતભાઈ ગોંડલીયા, સી.આર.સી શ્રી વિનોદભાઈ કોરડીયા, વનીતાબેન રામી તથા ગામમાથી બહોળી સંખ્યામાં આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સચિન કોશિયાણીએ, સ્વાગત પ્રવચન મેણીયા ડાયાભાઈએ અને સન્માનપત્રનું વાંચન લખતરિયા જસ્મીનભાઈએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ