by Admin on | 2023-06-14 14:12:07
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 25
ગુજરાતમાં ચક્રવાત "બિપરજોય" ને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ ચક્રવાત સંભવિત વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનોને આંશિક રીતે અને કેટલીક ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, ભાવનગર ડિવિઝનના કાર્યક્ષેત્ર હેઠળ આવતા આ સંભવિત વિસ્તારોના ટ્રેન મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સલામતી અને સુરક્ષા સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે. પ્રવર્તમાન નિયમો મુજબ રિફંડ સ્વીકાર્ય રહેશે. ભાવનગર રેલ્વે મંડળના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-શોર્ટ ટર્મિનેટેડ / શોર્ટ ઓરિજિનેટેડ ટ્રેનો (Short Terminated/Short Originated Trains) :
1. 15.06.2023ની ટ્રેન નંબર 19015 દાદર – પોરબંદર, સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2. 16.06.2023 ની ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર, સુરેન્દ્રનગર જંકશન સ્ટેશનથી ઉપડશે. આમ આ ટ્રેન પોરબંદર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
3. 15.06.2023ની ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ, રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન રાજકોટ-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
4. 16.06.2023ની ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર, રાજકોટ સ્ટેશનથી ઉપડશે. આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
5. 15.06.2023 ની ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર, હાપા સ્ટેશનથી ઉપડશે. આમ આ ટ્રેન ઓખા-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
સંપૂર્ણ પણે રદ કરાયેલી ટ્રેનો (Fully Cancelled Trains) :
1. 15.06.2023ની ટ્રેન નંબર 20938 દિલ્હી સરાય રોહિલ્લા – પોરબંદર.
2. 16.06.2023ની ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ.
3. 16.06.2023ની ટ્રેન નંબર 09222 વેરાવળ-રાજકોટ.
4. 16.06.2023ની ટ્રેન નંબર 09516 પોરબંદર - કાનાલુસ.
5. 16.06.2023ની ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ.