GUJARAT BOTAD

બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની વધુ એક નવતર પહેલ

by Admin on | 2023-06-17 10:26:03

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 28


બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની વધુ એક નવતર પહેલ

બોટાદ જિલ્લામાં ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન હેઠળનાં ૮૨ બાળકોને ૩૫ જેટલાં ક્લાસ વન-ટુ અધિકારીઓએ દત્તક લઇને માનવતાની જ્યોતને વધુ પ્રજ્જવલીત કરી

બોટાદના અધિકારીઓ બાળકોનાં અભ્યાસથી લઇને કુટુંબની આજીવિકા સુધીની તમામ જવાબદારી નિભાવશે

CISS  હેઠળ મળી આવેલા બાળકો અભ્યાસથી વંચિત ન રહે તે માટે બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીના અધિકારીઓ-કર્મચારીઓનું સતત મોનીટરીંગ

               જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બદાણીયાના નેતૃત્વ હેઠળ બોટાદ જિલ્લો એક પછી એક એમ વિવિધક્ષેત્રે સિધ્ધિઓ હાંસલ કરી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રીએ બોટાદ જિલ્લામાં ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન હેઠળ મળી આવેલા ૩૫ પરિવારોના ૮૨ બાળકોને ૩૫ જેટલાં ક્લાસ વન-ટુ અધિકારીઓને બાળકોનાં અભ્યાસથી લઇને કુટુંબની આજીવિકા સુધીની સીધી જ જવાબદારી સોંપીને માનવતાની જ્યોતને વધુ પ્રજ્જવલિત કરી છે. ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન હેઠળ મળી આવેલા તમામ બાળકોના બોટાદ જિલ્લાના અધિકારીઓ વાલી બનીને સવિશેષ કાળજી લઇ રહ્યાં છે.  

           મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકારના એન.સી.પી.સી.આર દ્વારા બનાવેલ બાળ સ્વરાજ પોર્ટલ પર બોટાદ જીલ્લાના ૭૯ બાળકો તેમજ અન્ય જિલ્લામાંથી બોટાદમાં આવેલા 3 બાળકો નોંધાયેલ છે. આ બાળકો અને તેમના પરિવારને  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે, જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે, સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃસ્થાપન થાય અને તેમના જીવન ધોરણમાં જરૂરી સુધારો આવે તે હેતુથી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

     ઝૂંપડપટ્ટીમાં રહેતા ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશનસ (CISS)ના બાળકોના કુલ-૩૫ પરિવાર છે બોટાદ જિલ્લા બાળ સુરક્ષા કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ સતત તેમની સાથે રહીને જે તે સંલગ્ન કચેરીઓમાં રૂબરૂ જઇને રેશનકાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા, આધારકાર્ડ વગેરે જેવા જરૂરી સાધનિક દસ્તાવેજો કઢાવી આપવાની કામગીરી કરી રહ્યાં છે. આ ઉપરાંત  જેમની પાસે પીવાના પાણીના સંગ્રહ માટે કોઈ સુવિધા નથી તેમને રાણપુરની ટેક્ષપીન બેરિંગ કંપનીનાં સહયોગથી દરેક પરિવારને પાણીના સંગ્રહ માટે ૨૦૦ લીટર પાણીના પીપ (ટીપણા) વિતરણ કરવામાં આવ્યાં છે. પાણીના ટાંકા મારફત દરરોજ પાણીની સુવિધા મળી રહે તે માટે જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમના સંકલન દ્વારા બોટાદ નગરપાલિકા દ્વારા નિયમિત પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે આ ઉપરાંત તમામ પરિવારો તંદુરસ્ત રહે તે માટે મચ્છરદાની આપવામાં આવી છે. ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશનસ (CISS) હેઠળ મળી આવેલા બાળકો અભ્યાસથી વંચિત ન રહે તે માટે બાળકોને સ્કુલ કિટ્સ એનાયત કરવાની સાથે જ બાળકો-પરિવારોના ચહેરા પર સ્મીત રેલાયું હતું.         

           બાળ સુરક્ષા અધિકારીશ્રી સુભાષભાઇ ડવે જણાવ્યું હતું કે, ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન હેઠળ મળી આવેલા બાળકોની વિશેષ કાળજી લેવાય તે માટે જિલ્લાના અધિકારીશ્રીઓએ બાળકોને દત્તક લીધા છે. સંબંધિત અમલીકરણ અધિકારીને સોંપાયેલી ૯૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા આવા તમામ બાળકો અને પરિવારોનું મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Search
Recent News
Top Trending

Leave a Comment