by Admin on | 2023-06-17 13:21:54
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 45
બિપોરજોય વાવાઝોડાને કારણે પવન સાથે ચાર દિવસમાં દશ ઈંચથી વધુ વરસાદ થયો છતાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી કાર્ય બાકી વરાપની રાહ જોતા ખેડુતો
સમગ્ર રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે પવન સાથે વરસાદિ માહોલ સર્જાયોછે ત્યારે કેશોદ તાલુકામાં બાર તારીખથી શરૂ થયેલ વરસાદ અત્યાર સુધીમાં દશ ઈંચથી વધુ વરસાદ નોંધાયોછે એકાદ દિવસ મેઘરાજાએ વિરામ લેતા થોડા ઘણાં ખેડુતોએ વાવણી કાર્ય શરૂ કર્યુ હતું ફરીથી મેઘરાજાનું આગમન થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા ખેતરો લીલા હોવાથી વાવણી કાર્ય પુર્ણ થયું નથી મોટાભાગના વિસ્તારોમાં વાવણી કાર્ય બાકી હોય ખેડુતો વરાપની રાહ જોઈ રહ્યાછે
છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયોછે ત્રીજા વર્ષે દશ જુનથી વરસાદ શરૂ થયો હતો ગત વર્ષે પંદર જુનથી વરસાદ શરૂ થયો હતો હાલના વર્ષે બાર તારીખથી મેઘરાજાનું આગમન થયુંછે
છેલ્લા ત્રણ વર્ષથી આગોતરી મગફળીના વાવેતરમાં પણ વધારો જોવા મળી રહ્યોછે ત્રીજા વર્ષે 4680 હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ હતું ગત વર્ષે 5500 હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ હતું હાલના વર્ષે 8500 હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુછે છેલ્લા બે ત્રણ વર્ષથી દર વર્ષે ચોમાસામાં 45 ઈંચથી વધુ વરસાદ નોંધાયોછે
બિપોરજોય વાવાઝોડાને કારણે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી વિજ પુરવઠો ખોરવાતા વિજ ગ્રાહકો પરેશાની ભોગવી રહયાછે આખો દિવસ વિજ પુરવઠો બંધ રહેશે તેમજ થ્રી ફેઈઝ વિજ પુરવઠો બંધ રહેતા પાણીના ટાકાઓ કુડાઓ ન ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યાંછે
બિપોરજોય વાવાઝોડાને કારણે પવન સાથે છેલ્લા ચાર દિવસમાં દશ ઈંચથી વધુ વરસાદ થતાં હાલમાં પણ અનેક ખેતરોમાં પાણી ભરાયેલ જોવા મળે છે તળાવો ભરાઈ ગયાછે વરાપ નીકળયા બાદ ખેડુતો વાવણી કાર્ય પુર્ણ કરશે
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ