GUJARAT Gadhada

ગઢડા ખાતે યોજાનાર જગન્નાથજી ની રથયાત્રા નો રૂટ થયો તૈયાર... જાણો સંપૂર્ણ તૈયારી

by Admin on | 2023-06-19 08:50:05

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 82


ગઢડા ખાતે યોજાનાર જગન્નાથજી ની રથયાત્રા નો રૂટ થયો તૈયાર... જાણો સંપૂર્ણ તૈયારી

જય જગન્નાથ

આવતીકાલ અષાઢી બીજ તારીખ 20 /6/23 ને મંગળવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 30 મી રથયાત્રા બપોરના (1:30) દોઢ કલાકે  અંબાજી ચોક થી પ્રસ્થાન કરી ગઢડા શહેરના તેના પરંપરાગત રૂટ ઉપર નીકળશે ભગવાનશ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે ગઢડા શહેર તાલુકા અને સમગ્ર વિસ્તારના લોકો ઉપર અમી દ્રષ્ટિ કરવા માટે ગઢડા શહેરના રાજમાર્ગો ઉપર નીકળશે.

રથયાત્રા દરમિયાન તેમની સાથે ગઢડા શહેરની લગભગ તમામ શાળાઓના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ટેબ્લો તેમજ ગઢડા શહેર તાલુકાના વિવિધ સમાજ અને મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલા ભારતીય હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ રંગદર્શી આકર્ષક ફલોટ રજૂ કરવામાં આવશે, સાથે સાથે આકર્ષક દાવ પેચ રજૂ કરતા 2 અખાડા, પાંચ જેટલા ડી.જે., મીઠું બેન્ડ, નાસીક ઢોલ ની ટીમ, પંજાબી ઢોલ સાથે નૃત્ય મંડળી, ગુજરાતી રાસ ગરબા ટીમ, સીદી બાદશાહની ધમાલ, વિવિધ કલાકારો ના ડુપ્લિકેટો, શ્રી કૃષ્ણ હનુમાનજી તેમજ મહાદેવજી ના પાત્રો સાથે કલાકારોનું નૃત્ય, વાંસ ઉપર ચાલતા લંબુ, જોકર, વાંદરાની ધમાલ, વિવિધ ટેડીબિયર દ્વારા બાળકોનું મનોરંજન, તેમજ રથયાત્રા દરમિયાન 100 મણ(2000 કિલો) જેટલા મગ, મઠ અને ચણાને પલાળી તેના પ્રસાદનું પણ વિતરણ થશે, અને ભગવાનની રથયાત્રા સાથે જોડાયેલ ભક્તજનોના ઉમળકાભેર સ્વાગત માટે ગઢડા શહેરમાં વિવિધ મંડળો અને સમાજ દ્વારા ઠેર ઠેર ચા-પાણી નાસ્તા અને શરબતના લગભગ 24 જેટલા  સ્ટોલ નું પણ આયોજન કરવામાં આવેલ છે. 

 ગઢડા શહેરમાં નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્યાતિભવ્ય અને ગુજરાતની ત્રીજા નંબરની રથયાત્રામાં જોડાઈ દર્શન કરી અને ભગવાનની અમીદ્રષ્ટિ મેળવવા માટે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા શહેર અને તાલુકાના તમામ ભક્તજનોને સહ પરિવાર ભાવપૂર્વક આમંત્રિત કરવામાં આવે છે.

          જય જગન્નાથ

Search
Recent News
Top Trending

Leave a Comment