by Admin on | 2023-06-19 15:43:50
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 24
અષાઢી બીજ એટલે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનો દિવસ. આ દિવસે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં અનોખું ભક્તિમય વાતાવરણ સર્જાતું હોય છે. રથયાત્રા નિમિતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અને અમદાવાદ શહેરના તમામ હોદ્દેદારોએ ભગવાન શ્રી જગન્નાથના દર્શનનો લાભ લીધો અને ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ આ દર્શન કર્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે, આજે ગુજરાત પ્રદેશનું ડેલીગેશન લઈને અમે ભગવાન શ્રી જગન્નાથના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. અમે ભગવાનને પ્રાર્થના કરી કે ગુજરાતની તમામ જનતાને સુખાકારી આપે અને ફરી વખત વાવાઝોડા જેવી સ્થિતિ ન સર્જાય. સાથે અમે એ પણ પ્રાર્થના કરી કે આવનારો સમય ગુજરાત અને દેશ માટે ખૂબ જ સુખાકારી સાબિત થાય. પુરી જગન્નાથ બાદ અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા થાય છે, તો અમે અમદાવાદના તમામ લોકોને પણ આ રથયાત્રા નિમિત્તે શુભકામનાઓ પાઠવીએ છીએ.
'આપ' ના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ડૉ. જવેલબેન વસરાએ જણાવ્યું કે ગુજરાતની જનતાની સુખાકારી જ અમારા માટે સર્વોપરી છે.એમની સુખાકારી માટે અમે સૌએ ભગવાનને પ્રાર્થના કરી. 'આપ' અમદાવાદ જિલ્લા પ્રમુખ કિરણભાઈ પટેલે પણ લોકોની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી.