by Admin on | 2023-06-22 08:04:55
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 27
કેશોદ મામલતદાર કચેરીમાં જીલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સોળ જેટલા પ્રશ્નો રજુ થયેલ હતા જેમા કેટલા પ્રશ્નોનુ નિરાકરણ આવશે તે જોવાનું રહ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્યમાં સામાન્ય માનવીની રજૂઆત, ફરિયાદનું ન્યાયી અને નિવારણ થાય તે જોવાનો જિલ્લા અધિકારીઓને અનુરોધ કર્યો છે. કેશોદ તાલુકા કક્ષાએ માનનીય મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ ઓનલાઇન કાર્યક્રમ જીલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા યોજવામાં આવ્યો હતો જેમાં કેશોદ શહેર તાલુકાનાં લેખિતમાં રજૂઆત કરવા છતાં ઉકેલ આવ્યો ન હોય એવા સોળેક પ્રશ્નો રજૂ થયેલ હતાં.
આ સંદર્ભમાં શ્રીભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રજાજનોના પ્રશ્નો, સમસ્યાઓની રજૂઆતોના વ્યાજબી નિરાકરણ માટે ટેક્નોલોજીના ઉપયોગથી શરૂ થયેલો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સંબધકર્તા કચેરીનાં અધિકારીઓ અંગત લાભ મેળવનાર લોકોને બચાવવા લુલો પ્રત્યુતર કે અન્ય કચેરીઓને ખો આપતાં નજરે પડ્યા હતાં કેશોદ તાલુકા કક્ષાએ રજુ થયેલ પ્રશ્નોનાની જીલ્લા વિકાસ અધિકારીએ હકારાત્મક ઉકેલ લાવવા જે તે કચેરીનાં અધિકારીઓને મૌખિક સૂચના આપી હતી ત્યારે સ્થાનિક કચેરીનાં અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ ચોક્કસ લોકોને ફાયદો અપાવવા આંખ આડા કાન ધરે છે ત્યારે જીલ્લા વિકાસ અધિકારીની સુચનાઓની કેટલી અમલવારી થાય છે એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે
કેશોદ તાલુકા કક્ષાએ માનનીય મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ ઓનલાઇન કાર્યક્રમ જીલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા યોજવામાં આવ્યો હતો જેમાં કેશોદ શહેર તાલુકાનાં લેખિતમાં રજૂઆત કરવા છતાં ઉકેલ આવ્યો ન હોય એવા સોળેક પ્રશ્નો રજૂ થયેલ હતાં જેમા કેટલા પ્રશ્નોનુ નિરાકરણ થશે તે જોવાનું રહ્યું
રીપોર્ટર - દિનેશ મહિડા કેશોદ.