GUJARAT BOTAD

બોટાદ જિલ્લામાં બાળકોની સલામતીને ધ્યાને લઇ જોખમી ખુલ્લા બોરવેલ સીલબંધ કરવા બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની અપીલ

by Imaran Jokhiya on | 2023-06-22 12:40:22

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 271


બોટાદ જિલ્લામાં બાળકોની સલામતીને ધ્યાને લઇ જોખમી ખુલ્લા બોરવેલ સીલબંધ કરવા બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની અપીલ

બોટાદ જિલ્લામાં ખુલ્લા બોરવેલમાં બાળક પડી જવાની ઘટના સામે આવશે તો જે તે જવાબદાર માલિકો સામે નિયમોનુસાર કાયદાકીય કાર્યવાહીઓ હાથ ધરાશે

  બાળકોએ દેશની તાકાત છે.બાળકોના અધિકારોનું રક્ષણ કરી એક બાળ સુરક્ષિત સમાજનું નિર્માણ કરવુ, બાળકોના વર્તમાનને ઓળખવુ અને તેઓ માટે એક સુંદર ભવિષ્યનું નિર્માણ કરવુ એ આપણાં સૌની પ્રાથમિક ફરજ બને છે. પરંતુ ક્યારેક ક્યારેક સામાજિક નિષ્કાળજી/ બેદરકારીના કારણે ક્યારેક ન વિચારેલી વિવિધ ઘટનાઓ બાળકો સાથે બનતી હોય છે જે બાબત જાગૃત સમાજ માટે ખુબ જ  નિંદનીય છે. 

 તાજેતરમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના જણાવ્યા મુજબ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ખુલ્લા બોરવેલમાં બાળકો ફસાવાની, ગંભીર ઇજા પામવાની અથવા તો મૃત્યુ પામવાની ગંભીર ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે તાજેતરમાં આવી એક ઘટના જામનગરના વાડી વિસ્તારમાં બનવા પામેલ હતી. બોરવેલમાં પડી જવાની ઘટનાઓમાં બાળકોને જીવલેણ નુકસાન થાય છે. જેથી જે પણ જવાબદાર સંબંધિતો દ્વારા બોટાદ જિલ્લામાં બોરવેલ ખુલ્લા રાખવામાં આવેલ હશે અને તેમાં કોઈ બાળક પડી જવાની ઘટના સામે આવશે તો તેના જવાબદાર માલિકો સામે નિયમોનુસાર કાયદાકીય કાર્યવાહીઓ  હાથ ધરવામાં આવશે.

  વર્તમાન સમયમાં આવી બની રહેલી ઘટનાઓ રોકવા લોકોને જાગૃત થવાની આવશ્યકતાઓ છે. બોરવેલને સીલ બંધ રાખવા ખૂબ જ આવશ્યક હોવાની સાથોસાથ વિવિધ માધ્યમો દ્વારા લોકોમાં જાગૃતતા કેળવાય અને આવી ઘટનાઓ ન બને તે માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ, તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ- બોટાદ દ્વારા જણાવાયુ છે.

Search
Recent News
Top Trending

Leave a Comment