by Imaran Jokhiya on | 2023-06-22 12:43:18
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 122
બાગાયતી ખેતીમાં સામાન્ય રીતે પાકના ઉત્પાદનમાં પ્લાંન્ટીગ મટેરીયલ ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. તેથી બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને તંદુરસ્ત અને રોગ જીવાતમુક્ત ધરૂ/ કલમ/રોપા મળી રહે તેવા શુભ આશયથી ચાલુ વર્ષે સરકારશ્રી દ્વારા નવી બાબત તરીકે “સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ” અન્વયે યોજના મંજુર કરેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે તા.૨૦/૦૬/૨૦૨૩ થી તા.૧૯/૦૭/૨૦૨૩ સુધી ખેડૂતો અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ આઇ-ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) માં મોબાઇલ અથવા ગ્રામ પંચાયત કે સાઇબર કાફેમાંથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ પોતાની સહી કે અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો સાથે સમય મર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ ખાતે રજુ કરવાની રહેશે. સામાન્ય રીતે, ખેડૂતો અરજી કર્યાબાદ પ્રિન્ટ કચેરીમાં જમા કરાવતા ન હોવાથી અરજી નામંજુર કે સહાય મેળવવામાં વિલંબ થાય છે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન,ખસ રોડ, બોટાદનો સંપર્ક સાધવાનો રહેશે.