GUJARAT BOTAD

બોટાદ માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી ને લઈ ફોર્મ ભરવાની કામગીરી શરૂ માર્કેટિંગ યાર્ડમાં જામશે ત્રિપાખીયો જંગ

by Imaran Jokhiya on | 2023-06-27 13:18:25

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 239


બોટાદ માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી ને લઈ ફોર્મ ભરવાની કામગીરી શરૂ માર્કેટિંગ યાર્ડમાં જામશે ત્રિપાખીયો જંગ

 ભાજપ ,આમ આદમી તેમજ સહકારી પેનલ ના ઉમેદવારોએ ભર્યા ફોર્મ 

આગામી 10 જુલાઈના રોજ થશે મતદાન માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માં જામશે ખરાખરીનો જંગ.ગઈકાલે ભાજપના નારાજ આગેવાનોએ પક્ષ માંથી રાજીનામાં આપેલ અને આજે સહકારી પેનલ બનાવી ફોર્મ ભર્યા.

બોટાદ માર્કેટીંગ યાર્ડ એ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ છે, ત્યારે સ્વાભાવિક રીતે સહકાર ખેડૂત પેનલના ઉમેદવારો અને વ્યાપારી પેનલનાં પ્રતિનિધિઓ આ પ્રતિષ્ઠા ભર્યા જંગમાં એડી ચોટીનું ચોર લગાવે. ગઈકાલે ભાજપ પ્રેરિત પેનલ માંથી એક સાથે છ દાવેદારોએ ભાજપમાંથી રાજીનામાં આપતા બોટાદના રાજકારણ માં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે કોંગ્રેસ ભાજપ ની સહકાર પેનલની સાથે આમ આદમી પાર્ટી એ પણ 10 વ્યક્તિઓની સહકાર પેનલ બનાવી ફોર્મ રજૂ કર્યા હતા. ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ત્રિપાખીયો જંગ બની રહેશે તે નક્કી છે.

આજ 27 જૂન ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે ફોર્મ ભરવા માટે ઉમેદવારો લાંબી કતારોમાં જોવા મળ્યા હતા. ખેડૂત પેનલના 10 ઉમેદવારો વેપારી પેનલના 4 ઉમેદવારો અને કોટન વિભાગ ના 2 ઉમેદવારો મળી કુલ 16 સભ્યો માટે ચૂંટણી યોજાશે. આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં 776 મતદાતાઓ છે. આ ચૂંટણી માં ફોર્મ ભરનાર ઉમેદવારો 3 જુલાઈ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે. ઉમેદવારો વચ્ચે તારીખ 10 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે અને 11 જુલાઈના રોજ પરિણામ જાહેર થશે

Search
Recent News
Top Trending

Leave a Comment