GUJARAT BOTAD

બોટાદ જિલ્લાનું ગૌરવ: દિવ્યાંગ ખેલાડી કાજલ બોળીયાએ મેળવ્યો સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ સમર ગેમ્સમાં સિલ્વર મેડલ

by Imaran Jokhiya on | 2023-06-27 13:24:41

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 147


બોટાદ જિલ્લાનું ગૌરવ:  દિવ્યાંગ ખેલાડી કાજલ બોળીયાએ મેળવ્યો સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ સમર ગેમ્સમાં સિલ્વર મેડલ

કાજલે વ્યક્તિગત હાઈએસ્ટ પોઇન્ટ સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી મેળવી અનોખી સિદ્ધી

 સફળતા એટલે પરિશ્રમનું પરિણામ… સફળતા એટલે પ્રયત્નોનું પરિણામ..બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના પાણવી ગામની દિવ્યાંગ દીકરી કાજલ બોળીયાને આજે સૌ કોઇ ઓળખે છે...કારણ કે આ દીકરી એ પોતાના ગામ પાણવી, જિલ્લો બોટાદ, રાજ્ય ગુજરાતને તો ગૌરવ અપાવ્યું જ છે સાથોસાથ ભારત દેશનું નામ રોશન કરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનોખી સિદ્ધી મેળવી વિશ્વભરમાં ઝળહળી છે. 

 જર્મની ખાતે યોજાયેલી સ્પેશિયલ ઓલિમ્પિકસ વર્લ્ડ સમર ગેમ્સમાં બાસ્કેટ બોલ ગેમમાં સિલ્વર મેડલ મેળવી કાજલે આજે દેશભરમાં આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. વધુ એક ગૌરવની વાત એ પણ છે કે કાજલે વ્યક્તિગત હાઈએસ્ટ પોઇન્ટ સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. બોટાદના આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે કોચ બકુલાબેન ભીમાણીના માર્ગદર્શન હેઠળ કાજલે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ 2023માં 190 દેશોના કુલ 7,000 રમતવીરોએ ભાગ લીધો હતો. જે પૈકી આપણી દીકરી કાજલે આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે ગર્વ તો થાય જ ને!!

Search
Recent News
Top Trending

Leave a Comment