GUJARAT BOTAD

બાળકોને મજા પડે તેવી કાલીઘેલી વાતોમાં જ્ઞાન અને હસતાં-ખેલતાં શિક્ષણ આપતી બોટાદની સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા નં-13

by Imaran Jokhiya on | 2023-06-27 13:47:17

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 270


બાળકોને મજા પડે તેવી કાલીઘેલી વાતોમાં જ્ઞાન અને હસતાં-ખેલતાં શિક્ષણ આપતી બોટાદની સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા નં-13

ક્લાસરૂમમાં જઇને એવું પૂછવામાં આવે કે, એકડાં કોણ લખશે કે મહિનાના નામ કોણ બોલશે તો તમામે તમામ બાળકો આંગળી ઉંચી કરી આગળ આવવા તત્પર હોય તેવો માહોલ

શિક્ષકો બાળકો સાથે ઓતપ્રોત થઇ શિક્ષણ આપે છે, જેથી બાળક સરળતા અને સહજતાથી શીખી શકે છે: આચાર્યશ્રી

શાળામાં આકર્ષણનું કેન્દ્ર : બાળકોનું ગણનજ્ઞાન અને તર્કશક્તિ વધારતું વેસ્ટમાંથી બેસ્ટ કોર્નર

આ શાળામાં શૈક્ષણિક રીતે ઉપયોગી બાબતો અને જ્ઞાનવર્ધક સુવિચારો અને સામાન્ય જ્ઞાન સહિતનાં વિષયોને આવરી લઇ શાળાની દીવાલો પર ચિત્રાંકન કરવામાં આવ્યું છે. જેથી બાળકો રંગીન દીવાલો થકી જ્ઞાનઉપાર્જન કરી શકે. 

આ શાળાનાં આચાર્યશ્રી ભાવેશભાઇ જોટાંગણાએ જણાવ્યું હતું કે, “આ શાળામાં અંદાજે 400 બાળકો અભ્યાસ કરે છે, શાળાનો સમગ્ર સ્ટાફ ખૂબ જ ઉત્સાહી છે. બાળકોને ટેક્નોલોજી સાથે શિક્ષણ આપવા માટે શાળામાં 5 જ્ઞાનકુંજ સ્માર્ટબોર્ડ છે. ઉપરાંત સરકારશ્રી દ્વારા શાળામાં આધુનિક કમ્પ્યૂટર લેબ, વાંચનાલયની સુવિધા પણ આપવામાં આવી છે જેનો બાળકો લાભ લઇ રહ્યાં છે. શિક્ષકો બાળકો સાથે ઓતપ્રોત થઇ શિક્ષણ આપે છે, જેથી બાળક સરળતા અને સહજતાથી શીખી શકે છે.” 

રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક શાળામાં બાળકો તમામ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને કૌશલ્યપૂર્ણ શિક્ષણ મેળવી શકે તે માટેનાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

Search
Recent News
Top Trending

Leave a Comment