GUJARAT RAJKOT

ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે ગામના ઉપાશ્રય થી પ્લોટના ઉપાશ્રયે સાધુ - સાધ્વીજી ભગવંતો ભવ્ય સામૈયા સાથે પ્લોટના ઉપાશ્રયે પધાર્યા

by Imaran Jokhiya on | 2023-06-30 13:08:15

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 17


ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે ગામના ઉપાશ્રય થી પ્લોટના ઉપાશ્રયે સાધુ - સાધ્વીજી ભગવંતો ભવ્ય સામૈયા સાથે  પ્લોટના ઉપાશ્રયે પધાર્યા

રીપોર્ટર સકલૈન ગરાણા ધોરાજી

ધોરાજી શહેરમાં પરમ પૂજ્યઆચાર્યદેવ શ્રીમદવિજય મનમમોહનસૂરીશ્વરજી મહહારાજસાાહેબ,પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદવિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદીઠાણા 13 તથા સાધ્વીજી ભગવંતો આદીઠાણા 15 ના ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે ગામના ઉપાશ્રય થી પ્લોટના ઉપાશ્રયે સાધુ - સાધ્વીજી ભગવંતો ભવ્ય સામૈયા સાથે  પ્લોટના ઉપાશ્રયે પધાર્યા હતા,કે જ્યાં ચાતુર્માસ પર્યંત સ્થિરતા કરવાના છે. 

આ સામૈયામા 28 સાધુ - સાધ્વીજી ભગવંતો ની નિશ્રામાં તપગચ્છ જૈન સંઘ ના પ્રમુખ શ્રી અનોપચંદભાઈ વસાણીયા તેમજ ટ્રસ્ટીઓ હિરેનભાઈ મારડીયા ,ભાવેશભાઈ શાહ, વિપુલભાઈ મહેતા,તેજસભાઈ મહેતા,ધર્મેશભાઈ શાહ, દિપકભાઈ શાહ,ધવલભાઈ સંઘવી વિગેરે તેમજ જૈન સમાજ અગ્રણીઓ શ્રી લલિતભાઈ વોરા,નગીનભાઈ વોરા, અરવિંદભાઈ શાહ, નિરંજન યુવા ગૃપ ના ચિરાગ ભાઈ વોરા સહિત સમસ્ત જૈન સમાજના ભાઈઓ-બહેનો, યુવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.


Search
Recent News
Top Trending

Leave a Comment