by Imaran Jokhiya on | 2023-06-30 13:11:35
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 17
બોટાદ જીલ્લાનું રાણપુર તાલુકા નું એક નાનકડું ગામ જેને પાણવી તરીકે ઓળખવામાં આવે છે તેમજ બોટાદ થી કોચ તરીકે બકુલાબેન ભીમાણી કાજલબેન બોળીયા ના કોચ છે ત્યારે પાણવી ગામના ભરવાડ સમાજ ની દીકરી કાજલબેન હનુભાઈ બોળીયા જે જર્મની ખાતે ઓલમ્પિક માં સિલ્વર મેડલ મેળવું અને કુટુંબનું તો ખરું પણ સમગ્ર ભરવાડ સમાજનું ,બોટાદ જિલ્લાનું, ગુજરાતનું, ભારતનું નહીં પણ વિશ્વમાં જેને નામ પ્રાપ્ત કરી પ્રસિદ્ધ મેળવી છે ખાસ ઓલમ્પિકમાં ૧૯૦ દેશોએ ભાગ લીધો હતો જેમાં ૭,૦૦૦ થી વધારે રમતવીરોએ ભાગ લીધો હતો જેમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી બીજો નંબર મેળવ્યો હતો, ત્યારે આજે બોટાદ ખાતે ભરવાડ સમાજ તેમજ દરેક સમાજના આગેવાનો તેમજ આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટી શોભાયાત્રા અને સન્માન સમારંભ રાખવામાં આવ્યો, બોટાદ ઝવેરચંદ મેઘાણીજી ની પ્રતિમા ને પુષ્પહાર કરી, બોટાદ ઠાકર દૂવારે દર્શન કરી ત્યારબાદ અળવ ગામ ખાતે કુળદેવી ના દર્શન કરી, પાણવી ગામ ખાતે સમગ્ર ગ્રામજનો તેમજ દરેક સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા, ત્યારે કહેવાય છે કુદરત જ કંઈ આપવાની કોશિશ કરી હોય છે એ આ જાગતો પુરાવો છે આ કાજલબેન બોળીયા જે પોતે વિકલાંગ છે જે બોલી શકતા નથી જે સાંભળી શકતા નથી એ જ કાજલબેન બોળીયા આજે આખા વિશ્વમાં ડંકો વગાડયો છે