GUJARAT BOTAD

કિડની અને યુરીનની વેનમાંથી વગર ઓપરેશને સૌથી મોટી પથરીનો નિકાલ કરવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે બોટાદના તબીબ ડો. જીગ્નેશ હડિયલ

by Imaran Jokhiya on | 2023-06-30 13:51:35

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 419


કિડની અને યુરીનની વેનમાંથી વગર ઓપરેશને સૌથી મોટી પથરીનો નિકાલ કરવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે બોટાદના તબીબ ડો. જીગ્નેશ હડિયલ

આરોગ્ય ક્ષેત્રે સિદ્ધિ અને સેવા બદલ ડો. હડિયલને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાયા હતા સન્માનિત

તમામ તબીબોએ દર્દીઓની ઓછાં દરે શ્રેષ્ઠ સેવા પુરી પાડવાના સિદ્ધાંતને અનુસરવો જોઇએ: ડો. હડિયલ

 માનવજીવનનો માતાના ગર્ભથી માંડી અંતિમ શ્વાસ સુધીના દરેક તબક્કામાં ડોક્ટર સાથે પ્રગાઢ સંબંધ રહ્યો છે. આપણાં દેશમાં ડોક્ટર્સને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. ડોક્ટર્સના અમૂલ્ય યોગદાન બદલ તેમનો “આભાર” માનવા માટે દર વર્ષે 1લી જુલાઈને “ડોક્ટર્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે. આપણાં રાજ્યમાં પ્રત્યેક નાગરિકને તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ થાય તે માટે મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ દ્વારા વિવિધ યોજનાઓનું સુચારૂં અમલીકરણ થઈ રહ્યું છે. આજે ગુજરાતની આરોગ્ય વિષયક સેવાઓની નોંધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ રહી છે.  

   દેશભરમાં ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ અવસર નિમિત્તે આજે આપણે મળીશું બોટાદના એક એવા તબીબને કે જેમણે તબીબી ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. કિડની અને યુરીનની વેનમાંથી વગર ઓપરેશને સૌથી મોટી પથરીનો નિકાલ કરવાનો વિશ્વ રેકોર્ડ્સ ધરાવતા આ છે ડો. જીગ્નેશ મનહરભાઈ હડિયલ. અમેરિકાની સંસ્થા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં ડો. જીગ્નેશ 5 વખત સ્થાન મેળવી ચુક્યા છે. આરોગ્ય ક્ષેત્રે સિદ્ધિ અને સેવા બદલ ડો. હડિયલનું 26મી જાન્યુઆરી,2023ના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. 

 મુળ બોટાદ જિલ્લાના ખસ ગામના વતની ડો. જીગ્નેશ હડિયલ ડોક્ટર્સ ડે નિમિત્તે ગૌરવભેર કહે છે કે, “સમગ્ર દેશમાં ડોક્ટર્સ ડે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે હું મારા તમામ ડોક્ટરમિત્રોને  નમ્ર અપીલ કરૂં છું કે આપણે સૌ પણ દર્દીઓની બને એટલી ઓછામાં ઓછી ફી લઈ શ્રેષ્ઠ સેવા પુરી પાડીએ. તબીબોએ રાત દિવસ જોયા વગર નિષ્ઠાપૂર્વક દર્દીઓની સેવા કરવી જોઇએ તેવું મારું મંતવ્ય છે.” ડો. હડિયલે વધુમાં ઉમેર્યું હતું કે, “મારી હંમેશા ભગવાનને એવી જ પ્રાર્થના રહેશે કે દર્દીઓ ઝડપથી સાજા થઈને ઘરે જાય અને તંદુરસ્ત જીવન વ્યતિત કરે.”

માનવી માટે દેવદૂત બનીને આવેલા અને ઉત્સાહ સાથે તેમજ સંવેદનાપૂર્વક દર્દીનારાયણની સેવા કરતા તબીબોના જુસ્સાને નવું બળ મળી રહે તે હેતુથી સરકારશ્રી દ્વારા નિરંતર પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યાં છે. તેના પગલે ગુજરાતમાં આરોગ્ય સુવિધાની સેવાસભર શ્રૃંખલા સર્જાઈ છે. 

Search
Recent News
Top Trending

Leave a Comment