GUJARAT BOTAD

બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ કેમ્પસ એમ્બેસેડરની તાલીમ-વર્કશોપ સંપન્ન

by Imaran Jokhiya on | 2023-07-06 15:15:34

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 22


બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ  ખાતે યોજાયેલ કેમ્પસ એમ્બેસેડરની તાલીમ-વર્કશોપ સંપન્ન

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કેમ્પસ એમ્બેસેડરોને  અપાયું વિશેષ માર્ગદર્શન

 જિલ્લા કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે કેમ્પસ એમ્બેસેડરની તાલીમ-વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં લોકોમાં લોકશાહી ચૂંટણી અંગે જાગૃત્તિ આવે અને યુવાનો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય બને તે માટે મતદાર કેળવણી અને ચૂંટણી સહભાગિતા (SVEEP) કાર્યક્રમનો અમલ કરેલ છે. જે અંતર્ગત લાયકાત ધરાવતા તમામ યુવાઓની મતદારયાદીમાં નોંધણી થાય તથા અદ્યતન મતદારયાદી તૈયાર થાય તે માટે ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં કેમ્પસ એમ્બેસેડરની નિયુક્ત કરવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે બોટાદ જિલ્લામાં સમાવિષ્ઠ ૧૦૬-ગઢડા વિધાનસભા મત વિભાગ તથા ૧૦૭- બોટાદ વિધાનસભા મતવિભાગમાં કુલ-૧૨ કેમ્પસ એમ્બેસેડરની નિયુક્તિ કરવામાં આવી છે.

            કેમ્પસ એમ્બેસેડર શૈક્ષણિક સંસ્થાઓમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં મતદાર જાગૃત્તિ તથા મતદાર કેળવણી અંગેના કાર્યક્રમનો સમાવેશ કરવા અઢાર વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા મતદાર બનવાની લાયકાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓના નામ, લાયકાત ધરાવતા તેમના કુટુંબના સભ્યના નામ મતદારયાદીમાં નોંધાય તેમજ તેઓ ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય બને તે માટે પ્રોત્સાહિત કરવા અંગે તાલીમ આપવામાં આવી હતી. 

     કેમ્પસ એમ્બેસેડરને સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, વ્હોટએપ, ટ્વીટર, ઇસ્ટાગ્રામ જેવા માધ્યમ દ્વારા મતદાર જાગૃત્તિ અંગેના વિવિધ કાર્યક્રમોનો બહોળી સંખ્યામાં ફેલાવો થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.જીન્સી રોય તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયા દ્વારા કેમ્પસ એમ્બેસેડરોને વિશેષ માર્ગદર્શન આપી ઉક્ત કામગીરી અંગે પ્રોત્સાહિત કરાયાં હતાં તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે. 

Search
Recent News
Top Trending

Leave a Comment