GUJARAT BOTAD

બોટાદ પોલીસ વિભાગની વધુ એક પ્રશંસનીય કામગીરી :

by Imaran Jokhiya on | 2023-07-06 15:20:09

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 18


બોટાદ પોલીસ વિભાગની  વધુ એક પ્રશંસનીય કામગીરી :

બોટાદમાં ગત રાત્રિએ વરસેલા વરસાદને લીધે રોડ પર ધરાશાયી  થયેલા વૃક્ષોને દૂર કરતી બોટાદ પોલીસ 

 જિલ્લા કલેકટરશ્રી ડૉ. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા વહીવટીતંત્ર ચોમાસાની ઋતુને લઇને એલર્ટમોડ પર છે ત્યારે બોટાદ જિલ્લામાં ગઇકાલે મોડી રાત્રે વરસેલા વરસાદને કારણે મિલેટ્રી રોડ,બોટાદથી રાણપુર રોડ અને રાણપુરથી ધારપીપળાવાળા રોડ પર ૪ જેટલાં વૃક્ષો ધરાશયી થયા અંગેની જાણકારી પી.એચ.આઇશ્રી કે.એન.પટેલ, એ.એચ.આઇશ્રી મનસુખભાઇ મકવાણા, હેડ કોન્સ્ટેબલશ્રી રઘુભાઇ મકવાણાને મળતાં તાત્કાલિક ધોરણે રસ્તાઓ પર ધરાશાયી થયેલા વૃક્ષોને કાપી  કેમ્પરવાહનથી દૂર કરવામાં આવ્યાં હતાં. આ કામગીરીમાં ટી.આર.બીના બે જવાનો પણ સહભાગી બનીને કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જાળવવાની સાથોસાથ રોડ પરથી વૃક્ષો દૂર કરીને માનવીય અભિગમ દાખવી પોતાની ફરજ અદા કરી હતી. 

Search
Recent News
Top Trending

Leave a Comment