GUJARAT BOTAD

બરવાળાના જુના નાવડા સેજાના આંગણવાડી કાર્યકરો દ્વારા “શ્રીઅન્ન” વાનગી હરીફાઈ સ્પર્ધા યોજી

by Imaran Jokhiya on | 2023-07-07 13:47:51

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 15


બરવાળાના જુના નાવડા સેજાના આંગણવાડી કાર્યકરો દ્વારા “શ્રીઅન્ન” વાનગી હરીફાઈ સ્પર્ધા યોજી

૨૫ જેટલી 'શ્રી અન્ન'(મિલેટ્સ)ની વાનગી તૈયાર કરવામાં આવી : “શ્રીઅન્ન”ના  મહત્વ વિશે વિસ્તૃત જાણકારી પુરી પડાઇ

 સ્વાસ્થ્ય માટે શ્રી અન્નની ઉપયોગીતા બાબતે તમામ નાગરિકો જાગૃત થાય તે હેતુસર સમગ્ર રાષ્ટ્રમાં શ્રી અન્ન એટલે કે મિલેટ્સનાં મહત્વ અંગે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે, જેના ભાગ રૂપે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર આઈ.સી.ડી.એસ.કચેરીમાં આવેલ તમામ સેજા કક્ષાએ, ઘટક કક્ષા અને જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ શ્રી “અન્ન (મિલેટ્સ)વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ઉપલક્ષ્યમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી, બરવાળા  દ્વારા ગઇકાલે જુના નાવડા સેજાના તમામ આંગણવાડી કાર્યકર બહેનો  દ્વારા શ્રીઅન્ન વાનગી સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ૨૫ જેટલી વાનગી તૈયાર કરવામાં આવી હતી, દરેક વાનગીમાં શ્રીઅન્નનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

   આ કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ.શ્રી અલ્પાબેન મકવાણાએ મિલેટ્સના મહત્વ વિશે તમામ લોકોને વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. આ કાર્યક્રમમાં બરવાળાના સી.ડી.પી.ઓ.શ્રી, મુખ્ય સેવિકા બહેનો તેમજ ઘટક કક્ષાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Search
Recent News
Top Trending

Leave a Comment