by Imaran Jokhiya on | 2023-07-11 17:43:17
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 100
અણીયાળી રોડ પર આવેલ પાંજરાપોળમાં આશરે ૧૫૦૦ આસપાસ નાના મોટા પશુઓ આશ્રય લઈ રહ્યા છે. જેમાં છેલ્લા દસ દિવસમાં ૧૫૮ પશુઓ મોતને ભેટતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વરસાદ વરસતા પાંજરાપોળમાં પાણી ભરાઈ રહેતા તેમાં છાણ અને કાદવના થર ઢીંચણ સમા જામેલા જોવા મળેલ છે ગંદકીના સામ્રાજ્યને લઈને મોટા પ્રમાણમાં પશુઓના મોત થયાનું ચર્ચા રહ્યું છે. જૂન મહિનામાં પણ ૯૦ પશુઓના મોત થયા છે હાલ રાણપુર પાંજરાપોળમાં છેલ્લા દસ દિવસમાં ૪૭ ગાયો,૩૫ વાછરડા, ૪૨ પાડા,૩૪ આખલા ના મૃત્યુ થયા હોવાનું પાંજરાપોળના રજીસ્ટરમાં નોંધાયું છે. રોજે રોજ મળતા મૂંગા પશુઓના મૃતદેહોનો ખડકલો થાય છે. હાલમાં પણ અસંખ્ય પશુઓ દયનીય હાલતમાં જીવતા હોય તેવું જોવા મળે છે ગંદકીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવા અંગે રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટી સાથે વાત કરતા જાણવા મળે છે કે રાણપુર પાંજરાપોળમાંથી પાણીનો નિકાલ સોસાયટી તરફ થતો હતો જે સોસાયટીના રહીશો દ્વારા રોડ પર પાણી આવતા બંધ કરાવેલ છે, તેનાં કારણે પાણીનો ભરાવ થાય છે. બીજી તરફ પાંજરાપોળમાં મૂકવા આવતા પશુઓ મોટાભાગે માંદા અને ઇજાગ્રસ્ત હોય છે. પાંજરાપોળમાં તો પશુ ડોક્ટર રોજિંદી મુલાકાત લે છે પરંતુ ચોમાસાના લીધે વધુ પશુઓના મૃત્યુ થયા છે. ત્યારે પાંજરાપોળ માંથી પાણીના નિકાલની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ગોઠવી પશુઓને બચાવી લેવા તંત્રની પાસે માંગ કરવામાં આવી રહી છે
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ