GUJARAT BOTAD

બોટાદ તાલુકા આરોગ્ય કચેરી ખાતેથી ”વિશ્વ વસ્તી દિવસ” નિમિત્તે યોજાયેલી રેલીને પ્રસ્થાન કરાવતાં જિલ્લા ક્ષય અધિકારીશ્રી

by Imaran Jokhiya on | 2023-07-11 18:00:56

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 69


બોટાદ તાલુકા આરોગ્ય કચેરી ખાતેથી ”વિશ્વ વસ્તી દિવસ” નિમિત્તે યોજાયેલી રેલીને પ્રસ્થાન કરાવતાં જિલ્લા ક્ષય અધિકારીશ્રી

૧૧ જુલાઇ :”વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૩

બોટાદ શહેરી વિસ્તારના મુ્ખ્યમાર્ગો પર “નાનું કુટુંબ, સંપૂર્ણ વિકાસ”, “જનસંખ્યા પર રોક લગાવો, વિકાસની ધાર વધારો”ના સુત્રોચ્ચાર સાથે વસ્તી નિયંત્રણ અંગેનો પાઠવ્યો સંદેશો

 બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “વિશ્વ વસ્તી દિવસ”ની ઉજવણીના ઉપલક્ષ્યમાં “ આઝાદીના અમૃત મહોત્સવમાં અમે સંકલ્પ લઈશું, કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશું” ની થીમ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ.એ.કે.સિંઘ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ.શેખર પ્રસાદે બોટાદ તાલુકા આરોગ્ય કચેરી ખાતેથી પ્રારંભાયેલી રેલીને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. 

   બોટાદ તાલુકા આરોગ્ય કચેરીથી બોટાદ તાલુકા સેવા સદન સુધી યોજાયેલી રેલીમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, તથા આશા વર્કર બહેનોએ બોટાદ શહેરી વિસ્તારના મુ્ખ્યમાર્ગો પર “બે બાળકો વચ્ચે ત્રણ વર્ષનું અંતર”, “લોક સંખ્યામાં વધારો અછતમાં વધારો”, “નાનું કુટુંબ સંપૂર્ણ વિકાસ”, “દિકરો દિકરી એક સમાન”, “જન સંખ્યા પર રોક લગાવો, વિકાસની ધાર વધારો”, સહિતના વિવિધ બેનરો સાથે વસ્તી નિયંત્રણ અંગેનો સંદેશો પુરો પાડ્યો હતો. આ રેલીમાં  કુટુંબ નિયોજન પત્રિકાનો પ્રસાર-પ્રચાર પણ કરાયો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, “વિશ્વ વસ્તી દિવસની” ઉજવણીના ભાગરૂપે ૧૧ જુલાઈ થી ૨૪ જુલાઈ સુધી જન સંખ્યા સ્થિરતા પખવાડિયું તરીકે ઉજવવામાં આવશે, જેમાં લક્ષિત દંપતીઓને આરોગ્ય કર્મચારીઓ દ્વારા કુટુંબ કલ્યાણની વિવિધ કાયમી અને બીનકાયમી પધ્ધતિઓની સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે.

Search
Recent News
Top Trending

Leave a Comment