by Imaran Jokhiya on | 2023-07-12 12:53:29
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 22
જાણીતા સમાજ સેવી અને મુસ્લિમ અગ્રણી ઇમ્તિયાઝ પઠાણ ને બદનામ કરવા હેતુ મનઘડત લખાણ લખી સોશીયલ મિડીયા માં વાયરલ કરતા કાનૂની લડતના મંડાણ થયા છે ઇમ્તિયાઝ પઠાણ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતે અંગત કામે પ્રવાસમાં હોય તેવો વિડિયો પોસ્ટ કર્યો હતો આ વિડીયો ડાઉનલોડ કરી અને તેમાં અણછાજતું અને બદનામી કરવા હેતુ લખાણ લખી સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ જે બાબતે સોશિયલ મીડિયા વ્હોટસએપ ગ્રુપોમાં આ લખાણ સાથે નો વિડીયો અને મેસેજ મુકનાર તમામને રાજકોટ ના એડવોકેટ વારિસ જુણેજા મારફતે લીગલ નોટિસ મોકલવામાં આવી છે અને આ વિડીયો અને મેસેજ વાયરલ કરવા બાબતે નોટીસ મળી યોગ્ય જવાબ આપવા જણાવ્યું છે અને તેમાં કસૂર કરીએ નામદાર કોર્ટ સમક્ષ બદનક્ષી ની ફરિયાદ તેમજ એક કરોડનો દાવો દાખલ કરવા પણ નોટિસ ના માધ્યમથી વાઇરલ કરનાર તમામ ને જણાવાયું છે આ બાબતે મુસ્લિમ એકતા મંચના લીગલ સેલના પ્રમુખ એડવોકેટ વારીસ જુણેજા એ જણાવ્યું હતું કે અમારા અસીલ પ્રતિષ્ઠિત સમાજસેવી છે તેમજ વેપારી છે ગુજરાત ના જાહેર જીવનનું જાણીતું નામ છે ઘણા વર્ષોથી સામાજિક કામ કરે છે અને તેમના લાખો ચાહકો છે જે તેમને સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમથી ફોલો કરે છે તથા તેમના કાર્યોની નોંધ ગુજરાતના પ્રિન્ટ અને ઇલેક્ટ્રીક મીડિયા દ્વારા વખતો વખત લેવામાં આવી છે ન્યૂઝ ચેનલોના અનેક કાર્યક્રમોમાં અમારા અસીલ ને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવે છે અને અનેક સંસ્થાઓ દ્વારા તેમને જાહેર મંચ પરથી અનેકવાર સન્માનિત કરવામાં આવ્યા છે તથા પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળેલા છે તેવામાં અમારા અસીલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ના હેતુ વાયરલ કરેલ મેસેજ તથા લખાણ વાયરલ કરનાર ઇસમોને કાનૂની રાહે માનહાનિ ની નોટિસ મોકલવામાં આવી છે નોટિસમાં આપેલ મુદત પૂરી થયે નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદ તથા સિવિલ રાહે એક કરોડનો દાવો દાખલ કરવાની તજવીજ હાથ ધરાશે એવું અખબારી યાદીમાં જણાવ્યું છે