by Imaran Jokhiya on | 2023-07-12 13:00:28
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 188
વર્ષાઋતુમાં બોટાદ જિલ્લામાં અનેક સ્થળોની નૈસર્ગિક સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદનાં અમીછાંટણાથી જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવું લાગે છે ત્યારે, ગઢડા તાલુકાના આ સ્થળનો રમણીય નજારો કંઇક અલગ જ છે, ખાસ કરીને ચોમાસામાં લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બનતું આ સ્થળ છે સહસ્ત્રધરા ખોડીયાર માતાનું મંદિર... અહીંના લોકોના જણાવ્યા મુજબ આ પૌરાણીક મંદિર આશરે એક હજાર વર્ષ જૂનું છે.
અહીંની પ્રાકૃતિક નયનરમ્ય સુંદરતાને વર્ષાઋતુમાં તો જાણે ચાર ચાંદ લાગી જાય છે અને દૂર દૂરથી લોકો અહીં ખળખળ વહેતા ધોધને જોવા માટે આવે છે. બોટાદ જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે, જે હાલ સહેલાણીઓને આકર્ષી રહ્યા છે.
માનવીનું મન નાવિન્યને નિરખવા-પારખવા અને પ્રકૃતિને મનભરી માણવા હંમેશા થનગનતું હોય છે. આ જ હેતુસર રાજ્ય સરકારશ્રીએ નયનરમ્ય વિહારધામો, પુરાણ પ્રસિદ્ધ તિર્થધામો, પ્રાકૃતિક સૌંદર્યથી શોભતી વનસૃષ્ટિ, રમણીય સાગરતટ અને મહેકતું તથા ધબકતું લોકજીવન ધરાવતા ગુજરાત રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિની અનહદ ક્ષમતાને વિશેષ મહત્વ આપ્યું છે. અહીંની ગિરિકંદરાઓમાં પ્રકૃતિએ મન મુકીને સૌંદર્ય વેર્યું છે.
ઊંચા ઊંચા ડુંગરો પરથી નીચે વહેતા શ્વેત દૂગ્ધધારા જેવા જળધોધ પ્રવાસીઓનું મન મોહી લે છે. ત્યારે આ રમણીય અને આહલાદક સહસ્ત્રધરા ધોધને માણવા ચોમાસામાં માનવ મહેરામણ ઉભરાતું હોય છે.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ