GUJARAT BOTAD

આઇ.એમ.એ. બોટાદ અને તાલુકા હેલ્થ કચેરી-બોટાદના સંયુક્ત ઉપક્રમે તરઘરા સબ સેન્ટર ખાતે યોજાયો "હેલ્થ મેળો"

by Admin on | 2023-07-15 14:32:39

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 25


આઇ.એમ.એ. બોટાદ અને તાલુકા હેલ્થ કચેરી-બોટાદના સંયુક્ત ઉપક્રમે તરઘરા સબ સેન્ટર ખાતે યોજાયો "હેલ્થ મેળો"

કેમ્પમાં આંખ-નાક-ગળા સહિત વિવિધ બિમારીઓના ૧૧૬ દર્દીઓએ લીધો લાભ : ૭૬ વ્યક્તિઓનાં આભા કાર્ડ ઇસ્યુ કરાયા

 જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાનાં માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જે.એસ.કનોરીયાના નેતૃત્વમાં ઇન્ડીયન મેડીકલ એસોશિએશન (IMA) તેમજ તાલુકા હેલ્થ કચેરી-બોટાદના સંયુક્ત ઉપક્રમે ‘‘આવો ગાંવ ચલે’’ ની થીમ પર બોટાદના તરઘરા સબસેન્ટર ખાતે “હેલ્થ મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું.


         તરઘરા ખાતે યોજાયેલા કેમ્પમાં હાડકાંના-૩૪, સર્જરીના-૧૧, આંખ-નાક-ગળાના-૨૪ સહિત કુલ-૧૧૬ જેટલાં દર્દીઓએ તેમજ ૪૭ બાળ દર્દીઓએ લાભ લીધો હતો. સાથોસાથ ૭૬ જેટલાં વ્યક્તિઓના આભા કાર્ડ પણ કાઢવામાં આવ્યાં હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એસ.કનોરીયાએ લોકોને સરકારશ્રીની જન કલ્યાણકારી આરોગ્યલક્ષી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

 

             આ કેમ્પમાં ઇન્ડીયન મેડીકલ એસોશિએશન (IMA) ના પ્રેસિડેન્ટશ્રી ડૉ.તુષાર રોજેસરા, IMA સેક્રેટરીશ્રી ડૉ.વાદી, ડૉ.જીગ્નેશ રાઠોડ, ડૉ.મનીષ લકુમ,ડૉ.રવિરાજ ભારાઈ, ડૉ.મિતેશ જસાણી, તાલુકા હેલ્થ કચેરીના ડૉ.શેખર પ્રસાદ, મેડીકલ ઓફિસરશ્રી ડૉ. કિરીટ અણીયાળીયા,ડૉ.વિપુલ કાનેટીયા, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ડોલી ત્રિવેદી, DUPC દુષ્યંત ત્રિવેદી,  સરપંચશ્રી રસિકભાઈ સાંકળિયા, આચાર્યશ્રી ભાવેશભાઇ આ કેમ્પમાં સહભાગી બન્યાં હતાં.


Search
Recent News
Top Trending

Leave a Comment