by Admin on | 2023-07-17 13:52:49
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 20
બોટાદ જિલ્લાની રસીકરણ કામગીરીની સમીક્ષા કરતાં કલેકટરશ્રી
જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાની વિશેષ ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.એમ.જે.વાય યોજનાની ફરિયાદ નિવારણની કમીટી(DGRC)ની બેઠક, ડિસ્ટ્રીકટ ટાસ્કફોર્સ ઇમ્યુનાઇજેશન કમીટી,પી.સી & પી.એન.ડી.ટીની એડવાઇઝરી કમીટી તેમજ ટીબી મુક્ત પંચાયત અંગેની મીટિંગ યોજાઈ હતી.
કલેકટરશ્રી દ્વારા પી.એમ.જે.એ.વાય મીટીંગ અંતર્ગત મહત્તમ લાભાર્થીઓ લાભાન્વિત થાય તે અંગે તેમજ બોટાદ જિલ્લાની એમ્પેનલ હોસ્પિટલના કલેઇમ સ્ટેટસ બાબતે તથા લાભાર્થીઓને આ યોજનામાં લાભ લેવામાં કોઇ તકલીફ ન પડે તે બાબતે સુચન કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ ડિસ્ટ્રીકટ ટાસ્કફોર્સ ઇમ્યુનાઇજેશન કમિટીની મીટીંગમાં બોટાદ જિલ્લાની રસીકરણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ક્લેક્ટરશ્રીએ કામગીરી સમય મર્યાદામા પુર્ણ કરવા સુચન કરવામાં આવ્યું હતું. હાઇરિસ્ક તેમજ રેજીસ્ટંન્ટ વિસ્તારને ઓળખી રસીકરણથી વંચિત બાળકોની યાદી બનાવી સેશનની વ્યવસ્થા કરવા સુચન કર્યું હતું. SMOશ્રી દ્વારા બોટાદ જિલ્લાની રસીકરણ કામગીરીની રેન્ડમલી સર્વેલન્સ દ્વારા જોવા મળેલી પરીસ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી.
તેમજ આગામી ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં યોજાનાર મિશન ઇન્દ્રધનુષ 5.0 કાર્યક્રમ અંતર્ગત આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. PC&PNDT મીટીંગમાં ગત બેઠકમાં એડવાઇઝરી કમીટીમાં થયેલી ચર્ચા પ્રમાણે જિલ્લા કે જિલ્લા બહાર અન્ય કોઇપણ જગ્યાએ ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોય તો તેવા લોકોની સામે તાકીદે પગલા ભરવા સુચન કર્યુ હતું. 'ટીબી મુક્ત પંચાયત' પહેલ અંતર્ગત પંચાયતીરાજ સંસ્થાઓને ટીબીની સમસ્યાઓ,તીવ્રતા સમજાવવામાં આવે અને તેના નિરાકરણ માટે જરૂરી પગલા લેવામાં આવે અને પંચાયતો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા ઊભી કરવામાં આવે તે અંગે કલેકટરશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હેલ્થ અને વેલનેસ સેન્ટર દ્વારા સંકલનમાં રહીને સમુદાયમાં જાગૃતિ લાવવા માટે વિવિધ મુદ્દાઓ જેવા કે ટીબીના લક્ષણો, નિદાન, સારવાર સહિત સરકારશ્રી દ્વારા આપવામાં આવતા લાભોની માહિતીનો પ્રચાર પ્રસાર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
મિટીંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા તબિબી અધિકારીશ્રી, તમામ પ્રોગ્રામ ઓફિસરશ્રી,SMOશ્રી (WHO)ભાવનગર,તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી તથા કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.