GUJARAT BOTAD

બોટાદ જિલ્લાને “સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩"માં અગ્રિમ હરોળમાં લાવવા નાગરિકોનો સહયોગ જરૂરી

by Admin on | 2023-07-19 12:23:26

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 19


બોટાદ જિલ્લાને “સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩"માં અગ્રિમ હરોળમાં લાવવા નાગરિકોનો સહયોગ જરૂરી

સ્વચ્છતા ઝુંબેશમાં તમામ બોટાદવાસીઓને સહભાગી થવા બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીનો અનુરોધ

સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩"ની માર્ગદર્શિકા મુજબ ભારત સરકારશ્રી દ્વારા તમામ જિલ્લાઓમાં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.


ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગ, જળશક્તિ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત તા. ૨૫/૦૮/૨૦૨૩ સુધી “સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩” અંતર્ગત સર્વે કરવામાં આવશે. આ સ્વચ્છતા સર્વેક્ષણમાં બોટાદ જિલ્લાના ચારેય તાલુકાઓના ગામોમાં સ્વચ્છતા જાળવવા વિવિધ પ્રવૃત્તિઓ કરીને આપણો જિલ્લો સ્વચ્છતાની અગ્રીમ હરોળમાં મુકાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 


આ માટે સૌ ગ્રામજનોએ પણ તમામ સાર્વજનિક, જાહેર તથા ધાર્મિક સ્થળો દૈનિક ધોરણે સાફ સફાઈ કરી સ્વચ્છ રાખવા જરૂરી છે, ગામમાં જોવા મળતા ઘન કચરાને એક જગ્યાએ એકત્ર કરી તેનું ખાતર બનાવી યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. ઘરોમાંથી નીકળતા ઘર વપરાશી પાણીનું કિચન ગાર્ડન શોષખાડો અથવા ભૂગર્ભ ગટરમાં યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ, તેમજ રસ્તા પર પાણીના ખાબોચિયા ન ભરાય તેની કાળજી રાખવી જોઈએ. ઉપરાંત ગામનાં જાહેર શૌચાલયની નિયમીત સાફસફાઈ, આંગણવાડી, પ્રાથમિક શાળા, હાઇસ્કુલ, પંચાયત કચેરી, સહકારી મંડળી કચેરી, દુધની ડેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત તમામ શેરી-મહોલ્લામાં સફાઈ ઝુંબેશ યોજાશે. 


    બોટાદ જિલ્લામાં “સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩” અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણિયાએ તથા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકશ્રી(ઇ.ચા.) ટી. એમ. મકવાણા તેમજ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણની જિલ્લા અને તાલુકાની તમામ ટીમ એકજૂટ થઈ સરકારના સ્વચ્છતાના સંદેશને જનજન સુધી પહોંચાડી બોટાદ જિલ્લાને સમગ્ર રાજ્ય અને દેશમાં ગૌરવ અપાવવાનો સંકલ્પ કર્યો છે. જેમાં તમામ બોટાદવાસીઓને સહયોગ આપવા નિયામકશ્રી(ઇ.ચા.), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Search
Recent News
Top Trending

Leave a Comment