by Admin on | 2023-08-07 16:26:47
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 15
નારી વંદન ઉત્સવ- 2023 અંતર્ગત બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા મહિલા અને બાળ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બોટાદ સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગ સાથે સંલગ્ન ‘બેટી બચાઓ, બેટી પઢાવો’ વિષય પર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં ગુરુકુળ સ્માર્ટ વિભાગના સંચાલક રવિરાજભાઈ તેમજ આચાર્યશ્રી કે. સી. મહેતા અને સ્વામિનારાયણ ગુરુકુળનો કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
ત્યારબાદ શ્રી ધર્મભક્તિ નર્સિંગ કોલેજ ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના આચાર્યશ્રી અશ્વિનભાઈ મેઘાણી, અધ્યાપક સ્ટાફ દશરથસિંહ વાઘેલા, વિનોદભાઈ પટેલ, વૈશાલીબેન સહિતના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરીના સંકલનમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓને આરોગ્યને લગતી સરકારશ્રીની યોજનાઓ તેમજ સારા આરોગ્ય માટે કેવી કાળજી રાખવી જોઈએ તેના વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં મહિલા આરોગ્યની થીમ પર નાટકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ચાલતા PBSCની કામગીરી, અભયમ હેલ્પલાઈન, નારી અદાલત સહિતના વિષયો આવરી લેવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત શ્રી હસમુખભાઈ વડોદરિયા દ્વારા અને આભાર વિધિ નૂતનબેન રાઠોડ દ્વારા કરવામાં આવી હતી, તેમજ કાર્યક્રમનું સંચાલન પી.બી.એસ.સી કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.