GUJARAT BOTAD

બોટાદની જનરલ હોસ્પિટલ સહિત જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને વેલનેસ સેન્ટરો ખાતે સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાયા

by Admin on | 2023-08-07 16:28:22

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 13


બોટાદની જનરલ હોસ્પિટલ સહિત જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને વેલનેસ સેન્ટરો ખાતે સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાયા

૧૩૧૮ જેટલી મહિલાઓએ કેમ્પનો લાભ લીધો : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ના ૧૪૮ જેટલાં કાર્ડ ઇસ્યુ કરાયાં 

  નારી વંદન સપ્તાહ અન્વયે મહિલા અને બાળ આરોગ્ય દિવસના ઉપલક્ષ્યમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જે.એસ.કનોરીયાના અધ્યક્ષસ્થાને બોટાદની જનરલ હોસ્પિટલ સહિત જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને વેલનેસ સેન્ટર ખાતે સ્ત્રીરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૩૧૮ જેટલી મહિલાઓએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં સરકારશ્રીની પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY)ના ૧૪૮ જેટલાં કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યાં હતાં.


        કેમ્પમાં સ્ત્રીરોગ નિષ્ણાત તબીબો તેમજ મેડીકલ ઓફિસરશ્રીઓ દ્વારા મહિલાઓનું મેડીકલ ચેકઅપ, એનેમિયા તપાસ, સર્વાઈકલ કેન્સરના નિદાન માટે પેપ સ્મીયર ટેસ્ટ, લોહતત્વની ખામી નિવારવા આયર્ન ફોલિક એસીડની ગોળીઓનું વિતરણ, BMIની તપાસ, હિમોગ્લોબીનની તપાસ, આરોગ્યની ચકાસણી કરવાં ઉપરાંત સરકારશ્રીની કલ્યાણકારી આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. 

આ કેમ્પમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવીલ સર્જનશ્રી સહિત જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને વેલનેસ સેન્ટરના મેડીકલ ઓફીસરશ્રીઓ ઉપસ્થિત રહી સ્ત્રીરોગ નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.


Search
Recent News
Top Trending

Leave a Comment