GUJARAT BOTAD

બોટાદમાં મહિલા કર્મયોગી દિવસની ઉજવણી: વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા મહિલા કર્મયોગીઓનું સન્માન કરાયું

by Admin on | 2023-08-08 09:50:28

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 15


બોટાદમાં મહિલા કર્મયોગી દિવસની ઉજવણી: વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા મહિલા કર્મયોગીઓનું સન્માન કરાયું

મહિલાઓ ઘર-પરિવારની જવાબદારી નિભાવતા નિભાવતા પણ પોતાની કારકિર્દીનું ઉમદા રીતે ઘડતર કરી રહી છે: નિવાસી અધિક કલેક્ટરશ્રી

નારી વંદન ઉત્સવ-2023 અંતર્ગત બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા મહિલા કર્મયોગીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલા કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી. 


કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, “તમામ મહિલા કર્મયોગીઓ ધન્યવાદને પાત્ર છે. મહિલાઓ ઘર-પરિવારની જવાબદાર નિભાવતા નિભાવતા પણ પોતાની કારકિર્દીનું ઉમદા રીતે ઘડતર કરી રહી છે. હાલ મહિલાઓ પોતાની ખૂબીઓ ઉચ્ચતમ સ્તરે લઈ જઈ રહી છે જે તમામ લોકો માટે પ્રેરણાદાયક છે.”


 કાર્યક્રમમાં મહિલા કર્મયોગીઓનો જુસ્સો વધારતી શોર્ટ ફિલ્મનું નિર્દશન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ કલેક્ટર સુશ્રી રાજેશ્રીબેન વંગવાણીએ પણ મહિલા કર્મયોગીઓનો ઉત્સાહ વધારતા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોમાં કાર્યરત મહિલા કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Search
Recent News
Top Trending

Leave a Comment