GUJARAT BOTAD

બોટાદ જિલ્લામાં લાગુ થયેલા જંત્રીના નવા ભાવો સામે નોંધણી અર્થે રજૂ થતાં દસ્તાવેજો માટે કેટલીક જરૂરી સ્પષ્ટતા

by Admin on | 2023-08-08 09:54:07

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 17


બોટાદ જિલ્લામાં લાગુ થયેલા જંત્રીના નવા ભાવો સામે નોંધણી અર્થે રજૂ થતાં દસ્તાવેજો માટે કેટલીક જરૂરી સ્પષ્ટતા

દસ્તાવેજમાં તા.૧૫મી એપ્રિલ, ૨૦૨૩ પહેલાં મત્તુ થયેલા હોય અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલા હોય તેવા લેખો ચાર માસની સમયમર્યાદામાં તા.૧૪મી ઓગસ્ટ, ૨૦૨૩ સુધી નોંધણી કરાવી લેવા જિલ્લાના નાગરિકોને કરાયેલો અનુરોધ

ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૨-કના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ૨૦૧૧ના ભાવોમાં તા.૧૫/૦૪/૨૦૨૩થી વધારો અમલમાં આવ્યો છે. જેથી, તા.૧૫/૦૪/૨૦૨૩ કે તે પછી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે આ મુજબની સ્પષ્ટતા કરવામાં આવે છે. 

તા.૧૫/૦૪/૨૦૨૩ કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલા કરી આપેલ હશે એટલે કે દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલા (તા.૧૪/૦૪/૨૦૨૩ સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારીની સહી થયાની તારીખ પહેલા અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડ્યો હશે. તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજુ થશે તો તેવા દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩થી વધારેલા જંત્રી ભાવ લાગુ પડશે નહીં, પરંતુ તે પહેલાના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજાર કીંમત તથા સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવશે.

ઉપર મુજબ તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલા સહી થયેલો અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલા લેખ તા.૧૫/૦૪/૨૦૨૩થી ચાર માસ એટલે કે તા.૧૪/૦૮/૨૦૨૩ સુધી દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવશે તો જૂની જંત્રીનો લાભ આપવામાં આવશે. જે ચાર માસની સમય મર્યાદા પૂર્ણ થવામાં થોડાક જ દિવસ બાકી છે. તો જેના દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલા મત્તુ થયેલા હોય અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલા હોય તેવા લેખો નોંધણી અધિનિયમ મુજબ ચાર માસની સમયમર્યાદામાં તા.૧૪/૦૮/૨૦૨૩ સુધી નોંધણી કરાવી લેવા જાહેર જનતાને જણાવવામાં આવે છે.

 જે પક્ષકારોને કોઈપણ કારણોસર દસ્તાવેજ નોંધણી કરાવવાની ન હોઈ અથવા સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો ન હોય તો, સ્ટેમ્પ ખરીદ્યા તારીખથી છ માસની સમય મર્યાદામાં રીફંડ માટે સક્ષમ અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે. જેની પણ જાહેર જનતાએ ખાસ નોંધ લેવા બોટાદ જિલ્લા નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી દ્વારા જણાવ્યું છે.

Search
Recent News
Top Trending

Leave a Comment