GUJARAT BOTAD

બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના વિવિધ પ્રોગ્રામ અંતર્ગત સમીક્ષા બેઠક સંપન્ન

by Admin on | 2023-08-22 12:26:16

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 56


બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના વિવિધ પ્રોગ્રામ અંતર્ગત સમીક્ષા બેઠક સંપન્ન

આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી સારી કામગીરી યથાવત રાખવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આપ્યા રચનાત્મક સૂચન 

   બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાનાં અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના વિવિધ પ્રોગ્રામો જેવા કે, આર.સી.એચ., કુટુંબ કલ્યાણ, ટી.બી., એન.વી.બી.ડી.સી.પી., પી.એમ.-જે.એ.વાય. કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરીની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી સારી કામગીરી તેમજ ચોમાસાની ઋતુમાં રોગચાળા નિયંત્રણની કામગીરી યથાવત રાખવા રચનાત્મક સૂચનો આપ્યા હતા. 


     બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા વહીવટી કામગીરી સમીક્ષામાં નવા મંજૂર બાંધકામોની કામગીરીની પ્રગતિ વિશે જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા હતા. તેમજ આરોગ્ય કર્મચારીઓનાં પડતર પ્રશ્નો અને તેના સુચારૂં નિરાકરણ માટેની કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી હતી. 

બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આરોગ્યનાં તમામ પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ, તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ તેમજ આરોગ્ય મંડળનાં પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યાં હતા.

Search
Recent News
Top Trending

Leave a Comment