GUJARAT BOTAD

બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક મળી

by Admin on | 2023-08-22 12:28:33

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 100


બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક મળી

નીલગાયની અવરજવર હોય તેવા વિસ્તારોમાં સાઈનબોર્ડ મુકવા કલેક્ટરશ્રીનું સૂચન

ટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઝડપ નિયંત્રીત કરવા માટે નિયત કરેલા નિયમો મુજબ સ્પીડ બ્રેકર મુકવા, નીલગાય સહિત વન્યપ્રાણીઓની અવરજવર હોય તેવા વિસ્તારોમાં સાઈનબોર્ડ લગાવવા સહિતના મુદ્દાઓ પર કલેક્ટરશ્રીએ રચનાત્મક સૂચનો કર્યા હતા. 


              આ બેઠકમાં એ.આર.ટી.ઓશ્રી ચાવડાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા શાળાઓમાં યોજવામાં આવતાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો, સામાન્ય નાગરિકોને ટ્રાફિકને લગતાં નિયમો સમજાવવા બાબતની કામગીરી સહિતના અનેક મુદ્દાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.  

  ઉક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બળોલિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમાર, બરવાળાના પ્રાંત અધિકારીશ્રી પરેશ પ્રજાપતિ, ડીવાયએસપીશ્રી મહર્ષિ રાવલ, આર & બી સ્ટેટ અને પંચાયતના અધિકારીશ્રીઓ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સહિત સંબધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Search
Recent News
Top Trending

Leave a Comment