by Admin on | 2023-08-22 12:32:23
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 158
બાળકોના હકો અને અધિકારોનું રક્ષણ કરતો સરકારશ્રીનો વિભાગ એટલે જિલ્લા બાળ સુરક્ષા એકમ. બોટાદ જિલ્લામાં બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકો અને કિશોર-કિશોરીઓના હિત માટે ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા કલેકટરશ્રી ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ દ્વારા જિલ્લાની તમામ કોલેજો અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કિશોરીઓને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતો અધિનિયમ 2012 અને બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 અંગે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓ અને કોલેજો ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

જે અન્વયે તાજેતરમાં બોટાદની શ્રીમતી એલ.જે.ગર્લ્સ હાઈસ્કૂલ તથા કવિશ્રી બોટાદકર કોલેજ ખાતે જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થિનીઓને પોક્સો એકટ 2012, બાળ લગ્ન અધનિયમ 2006 અને બાળ યોજના અને દિવ્યાંગ કલ્યાણકારી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના લિગલ કમ પ્રોબેશન ઓફિસર એચ.બી આર્ય દ્વારા કિશોરીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી સાથોસાથ સામાજિક કાર્યકર આર.એસ.સોલંકી દ્વારા બાળ કલ્યાણ અને દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સુભાષભાઈ ડવના નેતૃત્વ હેઠળ કર્મઠ કર્મયોગીઓની ટીમ કાર્યરત છે. જિલ્લા બાળ સુરક્ષા એકમની ઉપલબ્ધિઓ વિશે વાત કરીએ તો, કોરોનામાં માતા-પિતા ગુમાવનારા 16 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત દર માસે રાજ્ય સરકાર દ્વારા રૂ.4 હજાર તેમજ એક વાલી ગુમાવનારા 408 બાળકોને માસિક રૂા.2 હજાર સહાય ચૂકવવામાં આવી રહી છે. પાલક માતા-પિતા યોજના હેઠળ બોટાદ જિલ્લામાં 343 લાભાર્થી બાળકોને માસિક રૂ.3 હજાર સહાય અપાઇ રહી છે.

ઉપરાંત પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કોરોનામાં માતા-પિતા ગુમાવનારા 3 બાળકોને રૂ.10 લાખ લેખે સહાય ચૂકવવામાં આવી છે. આ બાળકોને રૂ.5 લાખ સુધીની આરોગ્ય સારવાર માટે PMJAY આરોગ્ય વીમા યોજના હેઠળ પણ આવરી લેવાયાં છે. સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકો નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) દ્વારા તૈયાર કરેલા બાળ સ્વરાજ પોર્ટલ પરના 82 બાળકો અને તેમના 35 પરિવારોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. આ બાળકોને બોટાદના ક્લાસ 1 અને 2 વર્ગના અધિકારીશ્રીનોની દેખરેખ હેઠળ કાળજી લેવાઇ રહી છે.

‘બાળકો માટે સુરક્ષાના અધિકાર’ અને ‘બાળકના શ્રેષ્ઠ હિત’ના મધ્યવર્તી સિદ્ધાંતો પર બાળ સુરક્ષા એકમ કેન્દ્રિત છે. ત્યારે બોટાદ જિલ્લામાં આવા અનેક કાર્યક્રમો થકી બાળકોના હિત માટે બાળ સુરક્ષા એકમ દ્વારા કાર્યો કરવામાં આવી રહ્યા છે.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ