GUJARAT BOTAD

ટીબીમુક્ત બોટાદ” તરફ આગેકૂચ કરતો બોટાદ જિલ્લો

by Admin on | 2023-08-24 18:20:14

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 142


ટીબીમુક્ત બોટાદ” તરફ આગેકૂચ કરતો બોટાદ જિલ્લો

જિલ્લા ક્ષય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

  દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષે-2025 સુધીમાં “ટીબી મુક્ત ભારત”ના આહ્વવાનને ચરિતાર્થ કરવા બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ સતત કાર્યરત છે.  રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત આ અભિયાનને નિયત સમયમાં સાકાર કરવા વિવિધ કાર્યક્રમો શરૂ કરી દીધા છે. જેમાં ટીબી કેસને ટ્રેસ કરવા અને તેમનું સમયસર નિદાન કરી જરૂરી સારવાર આપવા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે.

ત્યારે બોટાદ જિલ્લામાં વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા ક્ષય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તુરખા ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાને "ટીબીમુક્ત" કરવાના આશયથી સમયાંતરે ટીબીના દર્દીઓને શોધી તેમના રિપોર્ટ કરાવવા, ટીબીની દવાનો કોર્સ પૂર્ણ કરે તેની તકેદારી રાખવી, સમાજમાંથી ટીબીના રોગ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવી, ટીબી નાબુદ કરવા માટે જન સમુદાયની ભાગીદારી વધારવી, ટીબીના દર્દીને ન્યુટ્રીશ્યન સપોર્ટ આપવા માટે નિક્ષય મિત્ર બનાવવા સહિતની કામગીરી કરવામાં આવે છે. “ટીબીમુક્ત ભારત” અભિયાનમાં વિવિધ ગામોના સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, તલાટી મંત્રીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, મંડળો સહિતના જનસુમદાયને જોડવામાં આવી રહ્યાં છે.

Search
Recent News
Top Trending

Leave a Comment