GUJARAT BOTAD

બોટાદવાસીઓ થયાં દેશભક્તિમાં તરબોળ: “મારી માટી,મારો દેશ” અભિયાન અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

by Admin on | 2023-08-24 18:27:03

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 189


બોટાદવાસીઓ થયાં દેશભક્તિમાં તરબોળ:  “મારી માટી,મારો દેશ” અભિયાન અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

સુપ્રસિદ્ધ લોકગાયિકા શ્રી તન્વીબેન ગઢવીએ તેમની ટીમ સાથે કરી દેશભક્તિ આધારિત ગીતોની પ્રસ્તુતિ  

ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને નિયામકશ્રી યુવક, સેવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી-બોટાદ દ્વારા “મારી માટી,મારો દેશ-માટીને નમન વીરોને વંદન” અભિયાન અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ નગરપાલિકા ટાઉન ખાતે લોક ડાયરો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતાં. આ કાર્યક્રમ થકી રાષ્ટ્રભક્તિ રસમાં સૌ બોટાદવાસીઓ મંત્રમુગ્ધ થયાં હતા. 


કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ લોકગાયિકા શ્રી તન્વીબેન ગઢવીએ તેમની ટીમ સાથે દેશભક્તિ આધારિત ગીતોની પ્રસ્તુતિ કરી હતી. તેમજ જયપાલસિંહ ઝાલા અને તેમની ટીમ દ્વારા મિશ્ર રાસ-રાજસ્થાની લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે મનોજભાઈ મિયાણી અને તેમની ટીમે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. 


દેશભક્તિને ઉજાગર કરતા આ શાનદાર કાર્યક્રમમાં બોટાદ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દિનેશભાઈ દિયોરા દ્વારા સવિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Search
Recent News
Top Trending

Leave a Comment